Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જૂનાગઢમાં મયારામ દાસજી આશ્રમ દ્વારા ૨૦૦ પરિવારોને કીટ વિતરણ

જૂનાગઢ,તા.૧૩:જૂનાગઢના મઘ્યમ વર્ગના લોકોની વ્હારે  મયારામ દાસજી આશ્રમ ગિરનાર રોડ ખાતે  ઉપલા દાતારના મહંત શ્રીભીમબાપુ અનેસત્યમ સેવા યુવક મંડળ અને મયારામ આશ્રમ ના ટ્રસ્ટી ઓના સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ મહામારી લોકડાઉનના (૪૭) માં દિવસે શહેર ના કડીયાવાડ, રાજીવનગર, પાઠકનગર, ગણેશનગર , પચેશ્વર વિસ્તારના આર્થીક રીતે નબળા અને રોજેરોજનું કમાયને ખાતા એવા(૨૦૦) કુટુંબ ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

અગાઉ થી નકી કરાયેલા લાભાર્થી ઓને સ્થળ ઉપર બોલાવી દરેકને કુપન આપીને લાઈન સર બેસાડીને હાનુભવોની ઉપસ્થિત માં વિતરણ કરાયું હતું જેમાં શ્રીએસ.એમ.સીગલ ( સીવીલ જજ) ફેમિલી કોર્ટે પી.એમ.આટોદરીયા , હરસુખભાઈ ત્રિવેદી, મગનભાઈ બોરીચાગર ,ઉપલા દાતાર ના મહંત ભીમ બાપુ ના  પ્રતિનિધિ મુનાબાપુ . પ્રમુખશ્રી મનસુખભાઇ વાજા.યોગીભાઈ પઢીયાર . અશોકભાઈ ભટ્ટ.જયોતિબેન વાછાણી,જીવાભાઈ સોલંકી, આશિષભાઈ રાવલ, શાન્તાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર,કેતનભાઈ નાંઢા પ્રવિણભાઇ જોષી  વગેરે લોકો હાજર રહ્યા હતા . અને લાભાર્થી ઓ ને સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી સાથે રાસન કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.

(11:53 am IST)