Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લીંબડીમાં એક જ સમાજના બે પરિવાર વચ્ચે પાઇપ, ધોકા સાથે જુથ અથડામણમાં ૯ મહિલાને ઇજા

અમુક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા : પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભ

વઢવાણ,તા.૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ બની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગ લૂંટફાટ અને મારામારીના બનાવો દિન-પ્રતિદિન ના બનાવો પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ે મોડી રાત્રે માવા અને તમાકુ બાબતે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત જિલ્લામાં જૂથ અથડામણના બનાવો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં ગઇકાલે  એક જ જ્ઞાતિના બે જુથો  વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ માં ૧૦થી  વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.ત્યારે આ તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ તેમજ પ્રાઈવેટ વાહનમાં લીંબડી હોસ્પિટલમાં ખસેડાયા છે.

અથડામણની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ કાફલો પીએસઆઈ સહિત ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી આવ્યો છે અને મારામારીમા ગંભીર ઈજા પામે લોકોને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યાં છે. ત્યારે આ જૂથ અથડામણમાં માં એક જ પરિવારના બે જૂથો સામ સામે બાખડયા છે. જૂની અદાવતના લઈને આ જૂથ અથડામણ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

યુવતીની છેડતીની અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા

લીંબડીના મથુરાપરા વિસ્તાર પાછળ રહેતા રાજેશભાઈ કાનજીભાઈ જાદવ અને દલસુખભાઈ કાનજીભાઈ દલવાડીના કુટુંબ વચ્ચે અગાઉ યુવતીની છેડતી બાબતે ઝઘડો થયો હતો જેનુ મનદુખ રાખી બન્ને જુથો લાકડી, પાઈપ અને ધારીયા સાથે સામસામે આવી જતા અથડામણ સર્જાઈ હતી જેમાં બન્ને પક્ષના અંદાજે ૯ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા લીંબડી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે પ્રથમ સરકારી હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા જે પૈકી ૪ લોકોની હાલત વધુ ગંભીર હોય સુરેેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે આ બનાવની જાણ થતાં લીંબડી પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી ત્યારે ઈજાગ્રસ્તોમાં ભરતભાઈ ત્રિકમભાઈ ચાવડા, ગીતાબેન ભરતભાઈ ચાવડા, સહદેવ ભરતભાઈ ચાવડા, ગોરીબેન ત્રિકમભાઈ ચાવડા, ગલાલબેન રમણીકભાઈ ચાવડા, રમણીકભાઈ જાદવજીભાઈ, રાજેશ કાનજીભાઈ જાદવ, લીલાબેન રાજેશભાઈ, અને રાજુબેન જાદવજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે જયારે આ જુથ અથડામણનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

(11:52 am IST)