Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મુંબઇની કચ્છ જતી બસમાં ૧૯ પેસેન્જરો પરમીશન વગર મુસાફરી કરતા'તા...!

માળીયા મિંયાણા પાસે સી.આઇ.ડી ક્રાઇમના સી.આઇ.સેલે બસમાં ચેકીંગ કરતા ભાંડો ફુટ્યોઃ લોકડાઉન હોવા છતા ખુલ્લે આમ અવર જવરઃ તમામને હોમ કોરોન્ટાઇલ કરાયા

તસ્વીરમાં પકડાયેલ બસ દ્રશ્યમાન થાય છે (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

મોરબી,તા.૧૩: કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં આંતર રાજય કે આંતર જીલ્લા બહાર અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુબઈથી આવતીથી પેસેન્જર બસ માળિયા પહોચતા સીઆઈસી બ્રાંચના પી.એસ.આઈ.એ ચેકિંગ કરતા તેમાંથી ૧૯ લોકો પાસે પરમીશન ન હોવાથી તેની સામે ગુન્હો દાખલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ સી.આઈ.ડી ક્રાઈમ બ્રાંચના સી.આઈ.સેલના પી.એસ.આઈ. ભીખાભાઈ જીવાભાઈ પુરબીયા, આશીશભાઈ મગનભાઈ તથા લલીતભાઈ વાલજીભાઈ સહિતનો સ્ટાફ ચેક પોસ્ટ પર હોય દરમિયાન વાહન ચેકિંગ કરતા અમદાવાદથી એક પેસેન્જર ભરેલ લકઝરી બસ એમ એચ ૪૬ એ એચ ૦૮૬૫ હતો તે નીકળતા તેનું ચેકિંગ પોલીસને જાણવા મળ્યું હતું કે મુબઈથી કચ્છ તરફ બસ જતી હતી અને તે પ્રવાસનું આયોજન કરનાર વિરજીભાઈ સવજીભાઈ મણોદરાનું પૂછપરછ કરતા પોતે આગાઉ મુબઈથી કચ્છ આવવા માટે અરજી કરેલ અને પરમીશન મળવામાં સમય પરમીશનમાં રજુ કરેલ લીસ્ટ પૈકીના કેટલાક માણસો પોતાના વાહનોમાં કચ્છ ખાતે આવેલ છે તથા કેટલાક માણસો એ પ્રવાસ રદ કરેલ છે જેથી પોતે પરમીશન વાળા માણસો તથા બીજા કેટલાક પરમીશન વગરના માણસો લકઝરી બસમાં બેસાડી કચ્છ જવા નીકળતાપ્રવાસનું આયોજન કરનાર ઙ્ગવિરજીભાઈ સવજીભાઈ મણોદરા તથા પરમીશન વગર બસમાં કચ્છ સુધી જતા ઙ્ગકરમશીભાઈ હરિભાઈ બારવડીયા, ભાવનાબેન કરમશીભાઈ બારવડીયા, ધર્મેન્દ્રકુમાર તુલશીભાઈ સુથાર, રુપેશ ખેંગારભાઈ સુથાર, શંભુભાઈ કરમણભાઈ કોળી, અશોકભાઈ જીવણભાઈ કોળી, સુમિતાબેન અશોકભાઈ કોળી, રાજેશભાઈ બીજલભાઈ કોળી, મહેન્દ્રભાઈ મોમૈયાભાઈ કોળી, રામસંગભાઈ ખેંગારભાઈ કોળી, હંસાબેન રામસંગભાઇ કોળી, જયસુખભાઈ ભોજાભાઈ રાવટીયા, નયનાબેન જયસુખભાઈ રાવટીયા, કાનજીભાઈ ભોજાભાઈ રાવટીયા,ઙ્ગ આશાબેન કાનજીભાઈ રાવટીયા, વિક્રમભાઈ હીરાભાઈ સુરાણી, જીવીબેન્ર રવજીભાઈ વેરાત અને ગણેશકુમાર મહતોભાઈ કુસવાદ સામે કોરોના વાઈરસ સંબધે  જાહેર કરવામાં આવેલ લોકડાઉન ચાલતું હોવા છતાં સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની બાહેધરી આપેલ હોવા છતાં પોતાનું તથા અન્ય પેસેજારોનું સ્વસ્થ્ય જોખમાય તે રીતે મુસાફરી કરી જાહેરનામાનો ભંગ કર્યાનો માળીયા મિંયાણા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો. હાલ તમામ પેસેન્જરોને મોટી બરાર ખાતે હોમ કોરોન્ટાઇલ કરી મેડીકલ તપાસણી કરાઇ હતી.

(11:39 am IST)