Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેલગામ

જોરાવરનગરમાંથી એક શખ્સ બોગસ રોયલ્ટી સર્ટીફિકેટ પાસ સાથે ઝડપાતા ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન વચ્ચે પણ બેફામ ખનીજ -રેતી ચોરી અવિરત ચાલુ જ છે : ડુપ્લીકેટ ખનીજ રોયલ્ટી પાસની ઘટનાથી જોરાવરનગર પોલીસ હરકતમાં આવી તપાસ આરંભ

વઢવાણ,તા.૧૩: સુરેન્દ્રનગર જિલ્લો એ સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં રેતી શેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવે છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ભોગાવો નદીમાં રેતીનો કુદરતી અખૂટ ભંડાર આવેલો છે ત્યારે આ બાબતે જિલ્લામાં ખનીજ અને ખનીજ વેપારીઓ દ્વારા સરકાર પાસે લાખો રૂપિયા ભરીને રોયલ્ટી લઈને રેતી કાઢીને વેચાણ કરી કરોડો રૂપિયાની આવક ઉપજાવવા આવી રહી છે.

ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લીંબડી તાલુકાના અને જયાં ભોગાવો નદી વહે છે ત્યાં નદીના કાંઠે જિલ્લામાં અનેક રેતી વોસ પ્લાન્ટો પણ આવેલા છે ત્યારે ખાસ કરી વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીંબડી તાલુકામાં આવા વોશ પ્લાન્ટો ની સંખ્યા વધુ છે અને આ ગામો માંથી મળતી રેતી સમગ્ર ગુજરાતમાં બમણા ભાવે વેચાઇ રહી છે અને આ રેતીની ગુણવત્ત્।ા પણ વધુ છે..

સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી રીતે ખનીજનો ભંડાર આવેલો છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ અને રેતી ચોરી કરીને કરોડો રૂપિયાની કાળી આવક ઉભી કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ખનીજ માફિયાઓ નવા નવા નુસખાઓ અપનાવીને તંત્રની આંખ આડે થી બેફામ રીતે ખનીજની જિલ્લામાંથી ચોરી કરી રહ્યા છે.

લોકડાઉન પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાની રેતી ચોરી અને ખનિજ ચોરીના ચાલતા પ્લાન્ટો અને મશીનરીના બનાવો સામે આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે લાલ આંખ પણ કરી હતી અને જયાં આવા પ્લાન્ટ કે ખનીજ ચોરી ચાલતી હોય તે જગ્યાએ જઈને દરોડા પણ પાડવામાં આવ્યા છે તે છતાં પણ અલગ અલગ નુસખા અપનાવીને જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ રીતે રેતી ચોરી અને ખનીજ ચોરી કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે એક ખનીજ માફિયાઓ નો રેતી ચોરી કરવાનો અલગ નુસખો સામે આવ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર ખાતેથી પસાર થતાં રેતી ભરેલા ડમ્પરને પોલીસ દ્વારા રોકેલ. ત્યારે આ શખ્સ પાસેથી રોયલ્ટી અને જરૂરી રેતી ભરવાના પુરાવાઓ માંગવામાં આવતા આ શખ્સ પાસેથી જાતે બનાવેલી અને ડુપ્લીકેટ બોગસ રોયલ્ટી પાસ મળી આવ્યો હતો.

અચાનક આ યુવક પાસેથી બોગસ અને જાતે બનાવેલો રોયલ્ટી પાસ મળી આવતાં પોલીસ પણ અચંબામાં મુકાઈ હતી ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના નગર ખાતે સુરેન્દ્રનગરજિલ્લામાંઙ્ગ ડુપ્લિકેટ બોગસ રોયલ્ટી પાસ નો કિસ્સો મળી આવતા શંકાસ્પદ આરોપીઓ પરતાત્કાલિકઙ્ગ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં  fir કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે..

જિલ્લામાં વિપુલ પ્રમાણમાં રેતી અને ખનીજ તત્વો આવેલા છે ત્યારે સરકાર દ્વારા અમુક લોકોને જ રોયલ્ટી આપી જિલ્લામાં રહેતી અને ખનીજ નું વેચાણ કરવા દેવામાં આવી રહ્યું છે ત્યારે જો સરકાર આ બાબતે ચિંતિત બનીને જિલ્લામાં જે કોઈ લોકો ખનીજ નું વેચાણ અથવા તો તેનું વેચાણ ધરાવતા માંગતા હોય તેને રોયલ્ટી આપીને એક વર્ષના સમયગાળામાં કરોડો રૂપિયાની જંગી આવક કરી શકે તેમ છે.

(11:37 am IST)