Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જુનાગઢ આલ્ફા હાઇસ્કુલ ધો. ૧૨ સાયન્સનું રેકોર્ડ બ્રેક પરિણામ

જુનાગઢ  :  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૯ માં લેવાયેલી ધો-૧૨ સાયન્સની પરીક્ષામાં જુનાગઢ જિલ્લામાં A-1 ગ્રેડ સાથે ૦૫ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.આ ૦૫ વિદ્યાર્થીઓ પૈકી ૦૩ વિદ્યાર્થીઓ આલ્ફા હાઇસ્કુલના મુળિયા ચિરંતન ૯૯.૯૨ PR સાથે A-1, બદરકિયા વિધી ૯૯.૭૪ PR સાથે A-1 ગ્રેડ તથા પાંચાાણી નંદિની ૯૯.૬૯ PR સાથે A-1 ગ્રેડ સાથે શ્રેષ્ઠ દેખાવ કરેલ છે. ગુજકેટમાં મુળિયા રિંતને ૧૧૩.૭૫ માકર્સ, ઝીઝુવાડીયા અધિષેકે ૧૦૭ માકર્સ, બદરકિયા વિધિએ ૧૦૬.૨૫ માકર્સ, રામ હર્ષિત ૧૦૨.૫૦ માકર્સ, પાંચાણી  નંદિનીએ ૧૦૧.૭૫ માકર્સ અને પરમાર સરસ્વતીએ  ૧૦૦ માકર્સ મેળવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા સંચાલક જી.પી. કાઠીએ અભિનંદન પાઠવ્યા હતા. ગોૈરવ વધારનાર વિદ્યાર્થીઓની તસ્વીર

(12:03 pm IST)