Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઇફકોના વાઇસ ચેરમેન પદે દિલીપભાઇ સંઘાણીની વરણીથી ખેડુતોમાં હર્ષની લાગણી : ચેતન રામાણી

રાજકોટ તા. ૧૩ : ઇફકોના વાઇસ ચેરમેન તરીકે દિલીપભાઇ સંઘાણીની નિમણુંક થતા સૌરાષ્ટ્રના ખેડુતોમાં હર્ષની લાગણી પ્રસરી હોવાનું રાજકોટ લોધીકા સંઘના ડાયરેકટર ચેતનભાઇ રામાણીની યાદીમાં જણાવાયુ છે.

માંખીડા સહકારી મંડળીથી લઇને અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન, રાજય સહકારી બેંકના ડાયરેકટર, નાફેડના વાઇસ ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન, નાસ્કોબના ચેરમેન તરીકે જવાબદારી વહન કરનાર દિલીપભાઇ સંઘાણી રાજય સરકારમાં પાંચ વખત મંત્રીપદે રહી ચુકયા હોય તેમના બહોળના અનુભવનો લાભ નાફેડને મળશે તેવી લાગણી ચેતન રામાણીએ વ્યકત કરી છે.

તેમની આ નિમણુંકને રાજકોટ સહકારી અગ્રણીઓ વિજય સખીયા, પ્રવિણસિંહ જાડેજા, નીતિન ઢાકેચા, પ્રવિણ રૈયાણી, મુકેશ તોગડીયા, હસમુખ સરધારા, છગન મોરડ, બકુલસિંહ દોમડા, જમન ધામેલીયા, બાવનજી મેતલીયા, નરશી તારપરા, છગન વાસજાળીયા, કાન્તી લુણાગરીયા, ધીરૂ તળપદા, મગન વળાવિયા, ભોવાન ભાગ્યા, વેલજી પટેલ, રઘુ ગડારા, કાળુભાઇ ભૂત, જીતુ સોમાની, ગોરધનભાઇ, નાગદાન ચાવડા, બાબુ નસીત, ઘોઘુભા જાડેજા, ચેતન પાણ, વિજય કોરાટ, મનસુખ ખાચરીયા, પી. જી. કયાડા, સુભાષ બાંભરોલીયા, આર. કે. રૈયાણી, ભૂપત ડાભી, મગન ઘોણીયા, કુરજી ભાલારા, કિશોર અદિપરા, પી. એલ. વઘાસીયા, રાજુ દુધાત્રા, કુલદીપસિંહ જાડેજા, ચંદુભાઇ વઘાસીયા, અરૂણ ઠુંમર, અમિત પાદરીયા, માન્શુભાઇ રામાણી, ભીખાભાઇ રોકડ, રાવજીભાઇ સરવૈયા, ધીરૂભાઇ રામાણી વગેરેએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

(11:52 am IST)