Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાપરના ફતેહગઢ ગામે પટેલ પ્રૌઢે આઠ વર્ષીય બાળા સાથે અડપલા કરતા ચકચાર

ભુજ તા. ૧૩ : રાપરના ફતેહગઢ ગામે ગલુડિયા રમાડવાના બહાને નાની બાળકીને લઈ જઈને તેની સાથે જાતીય અડપલાં કરવાના બનાવે ચકચાર સર્જી છે. જોકે, ખુદ બાળકી અને તેની માતાની જાગૃતિ થી આવું કૃત્ય કરનાર વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ કરાઈ છે.

શિવજી નાનજી વાવીયા નામનો પટેલ પ્રૌઢ શખ્સ ૮ વર્ષની નાની બાળાને ગલુડિયા રમાડવાના બહાને ગામના અવાવરું ખડેર માં લઇ ગયો હતો. જયાં તેણે નાની બાળકી સાથે ગંદી હરકતો કરી હતી. ડરી ગયેલી બાળકીએ પોતાની માતાને આ અંગે જણાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.(૨૧.૭)

(10:26 am IST)