Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જુના કંડલામાં દરિયાઇ સર્પના દંશથી માછીમારનું મોત

ભુજ તા. ૧૩ : બંદરિય શહેર જુના કંડલામા દરિયાની અંદર માછીમારી દરમ્યાન બનેલ સર્પ દંશથી પ્રૌઢ માછીમારે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પોલીસ ચોપડે નોંધાયેલી હકીકત મુજબ ૫૭ વર્ષીય પ્રૌઢ કાસમ જુમા પરીટ જુના કંડલાના દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમને ઝેરી સર્પએ દંશ દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. આ ઘટના બાદ તેમને અન્ય માછીમારો દ્વારા બંદરે લાવીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ, હતભાગી કાસમ પરીટનું બેભાન અવસ્થામાં જ મોત નીપજયું હતું.

(10:26 am IST)