Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જામનગર-રાજકોટ હાઇવે પર હોલીડે રિસોર્ટમાં મારામારી: ચારથી પાંચ લોકો ઘાયલ

બોક્સરો અને સિક્યુરીટી દ્વ્રારા લોકો પર પાઇપ અને ધોકા વડે હુમલો કરાયો

જામનગર રાજકોટ હાઈવે પર આવેલા હોલીડે રિસોર્ટમાં મારામારી થયાના અહેવાલ મળે છે આ રિસોર્ટમાં આવેલ લોકોની બોક્સરોએ પીટાઈ કરી હતી. જોકે આ અંગે કારણ હજુ જાણી શકાયું નથી

   જાણવા મળ્યા મુજબ રિસોર્ટમાં ત્યાના બોક્સરો અને સિક્યુરીટી દ્વ્રારા લોકો પર હુમલો કરાયો હતો. પાઈપ અને ધોકા વડે કરાયેલા હુમલામાં ચારથી પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અગાઉ પણ આ રિસોર્ટમાં આવા મારામારીના બનાવો બની ચુક્યા છે

(12:00 am IST)