Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ગેરકાયદે સિંહદર્શનથી વન વિભાગ એલર્ટઃ અભેદ વ્યૂહ ગોઠવ્યો

જંગલમાં મારણ મૂકીને સિંહ બતાવવાના ૧૦૦થી વધુ વિડીયો મળતા ચકચારઃ ઝડપાયેલ સોહિલના વારંવાર ઢોંગઃ ૧૦થી વધુ નામ ખુલ્યાઃ મુખ્ય પ્રણેતા છુમંતરઃ એસીએફ બી.કે.ખટાણા દ્વારા કડક કાર્યવાહી

રાજકોટ તા. ૧૩ : તાજેતરના ગેરકાયદે સિંહ દર્શન કરવાનો મામલો બહાર આવતા વેન વિભાગ એલર્ટ બન્યું છે અને આવા તત્વોને ઝડપી પાડવા અભેદ વ્યૂહ ગોઠવ્યો છે  રૂપિયા ૫ હજારથી ૧૦ હજાર સુધીની રકમ લઈને જંગલમાં મારણ મૂકીને સિંહ દર્શાવતા ૧૦૦થી વધુ વિડિઓ મળી આવતા ચકચાર જાગી છે. જેમાં ઝડપાયેલા નિવૃત આરએફઓના પુત્ર ગેરકાયદે સિંહ દર્શન કરાવતા જૂનાગઢના સોહીલ બસીર ગરાણાંની વન વિભાગની ટીમે ધરપકડ કર્યા બાદ તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં તેને કેટલીક ચોંકાવનારી કબૂલાત કરી હતી આ મામલે ૧૦ થયુ વધુ લોકોના નામ ખુલવા પામ્યાં છે.ઝડપાયેલા સોહેલના મોબાઈલમાં સિંહની વિડિઓ કિલપો મળી આવતા વનવિભાગ ચોકી ઉઠ્યું હતું જોકે વધુ પૂછપરછ પહેલા આ શખ્સ ઢોંગ કરીને બીલખા સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો બાદમાં તાબોબે જણાવેલ કે આ આ સખ્શ ઢોંગ કરે છે બાદમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યાં પણ ડોકટરોએ કહેલ કે આ ઢોંગી છે એક દિવસ બાદ વેન વિભાગે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરેલ આ આ તકે કોર્ટે બે દિવસના રિમાંડ આપેલ હતા.

રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા હતા ત્યારે વેન વિભાગે ત્રીજું નેત્ર બતાવી કાર્યવાહી કરેલ છે.

   રિમાન્ડ પૂર્ણ થતા અદાલતમાં હાજર કરેલ અને દેડકડી રેન્જમાં ગીર પશ્યિમ વન વિભાગના અધિકારીઓએ બીજા ગુન્હામાં અટકાયત કરી હતી ત્યારે પણ કોર્ટમાં બેભાન થવાનો ઢોંગ કર્યો હતો વન વિભાગે હોસ્પિટલમાં ૧૮ કલાક દાખલ કરેલ અને બીજા ગુન્હાની તપાસમાં મેંદરડા ખાતે આરોપીને લઇ જવામાં આવેલ અને પૂછપરછ કરતા મદદકર્તા મુન્નાભાઈ રામભાઈ હાટી, દરવાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા.

જયારથી સોહીલની ધરપકડ કરવામાં આવેલ છે ત્યારેથી સિંહદર્શનનો મુખ્ય પ્રણેતા એવા આશિષ શશીકાંત ચૌહાણ ઇગલ પાઇપ્સ વાળા છુમંતર થઈ ગયેલ છે વન વિભાગે તેના ઘરે તલાસી લેતા મળી આવેલ નથી.

 ગઈકાલે વન વિભાગ ખાતે તેના પિતા શશીકાંત અને પિતરાઈ ભાઈઓ વેન વિભાગ ખાતે માથાકૂટ કરેલ અને વોરંટ વગર કોઈના ઘરની તલાસી લઇ શકાતી નથી તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે વન  વિભાગે વન્ય પ્રાણીઓ માટેની ૧૯૭૨ કલમ ન, ૫૦ ( ૮) મુજબની તેમની પાસે સતા છે તેવું જણાવેલ ત્યારે વન  વિભાગના અધિકરીઓએ આકરા થઈને તેમના ઘર અને તેની બેઠક ઉઠકનાં સ્થળે તપાસ કરેલ હતી અને આરોપીના ઘરના સભ્યોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

  આ મામલે હજુ ઘણા નામ ખુલ્યા છે જેમાં પપુભાઈ, મહમ્મદભાઈ ગામેતી, કારિયા, સિકંદર, જાદુગર, આસિક લાયન વગેરેનો સમાવેશ થયા છે ત્યારે એસીએફ બી.કે.ખટાણાએ આકારો મિજાજ દર્શાવી કડક કાર્યવાહી હાથ ધરી છે આરએફઓ જે.એ.મિયાત્રા એસડી ટીલાંળા સહિતના આરોપીને સંકજામાં લેવા કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય પ્રણેતા આશિષ ચૌહાણ ફરારઃ વોરન્ટ વગર  તલાસી કેમ લીધી ? : પરિવારજનોની માથાકૂટ

વન વિભાગે લાલા આંખ કરીને કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૧૩ : જંગલમાં ગેરકાયદે સિંહદર્શન કરાવવાંના  ચકચારી મામલે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. જેમાં કેટલાયના નામ ખુલ્યા છે વન વિભાગે તમામ આરોપી સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરાયું છે. જેમાં મુખ્ય પ્રણેતા એવા આશિષ ચૌહાણ ઇગલ પાઇપ્સ વાળા છુમંતર થઈ ગયેલ છે વન વિભાગે તેના ઘરે તલાસી લેતા મળી આવેલ નથી.

 ગઈકાલે વન વિભાગ ખાતે તેના પિતા શશીકાંત અને પિતરાઈ ભાઈઓ વેન વિભાગ ખાતે માથાકૂટ કરેલ અને વોરંટ વગર કોઈના ઘરની તલાસી લઇ શકાતી નથી તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારે વન  વિભાગે વન્ય પ્રાણીઓ માટેની ૧૯૭૨ કલમ ન, ૫૦ ( ૮) મુજબની તેમની પાસે સતા છે તેવું જણાવેલ ત્યારે વન  વિભાગના અધિકરીઓએ આકરા થઈને તેમના ઘર અને તેની બેઠક ઉઠકનાં સ્થળે તપાસ કરેલ હતી અને આરોપીના ઘરના સભ્યોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

(4:28 pm IST)