Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ધોરાજીના આઇટીઆઇમાં એપ્રેન્ટીસ ભરતી મેળો

ધોરાજી,તા.૧૩: જામકંડોરણા રોડ પર આવેલ આધુનિક આઇટીઆઇ ખાતે ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર સહિતના વિવિધ શહેરના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. જેમા ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટરવ્યુ જુદી જુદી કંપનીઓના અધિકારીઓએ ઇન્ટરવ્યુ લઇ આવનાર ટુકા દિવસોમાં આવેલ એપરેટીસ ના તાલીમ આર્થીઓને ૧ વર્ષ માટે પોતપોતાની કંપનીમાં વધુ તાલીમ આપનાર છે. નિયમમુજબ તાલીમાર્થીઓને રૂ.૬૫૦૦ માસીક ભથ્થુ આપવામાં આવશે. હજુ ૫૦થી વધારે કંપનીઓ સાથે સંકલન કરી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ તાલીમ સાથે વધુ સ્વરોજગારી મળેતેવા પ્રયાસો પ્રિન્સીપાલ આર.જી. કોટડીયા અંજનાબેન નગરીયા સહિતના દ્વારા હાથ ધરાયા છે. તસ્વીરમાં ઇન્ટરવ્યુ લેતા વિવિધ કંપનીના અધિકારીઓ તથા તાલીમાર્થીઓ દર્શાય છે.(૧.૮)

(12:52 pm IST)