Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

હાઇ-વે બાયપાસ થશે તો ચોટીલાનો રોટલો ભાંગશેઃ કોંગ્રેસ દ્વારા આવેદન

ચોટીલા તા. ૧૩ : શહેર કોંગ્રેસ,જીલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની આગેવાનીમાં ગુરૂવારનાઙ્ગ સીકસ લેન હાઇવે બાય પાસને બદલે અન્ય વિકલ્પ વિચારવાની મુખ્ય મંત્રીને સંબોધિત આવેદનઙ્ગજીલ્લા કલેકટરને ચોટીલા ખાતે પાઠવેલ હતુ.

છેલ્લાં કેટલાક સમયથી રાજકોટ અમદાવાદ સીકસ લેન હાઇવે ની કામગીરીને લઈને ચોટીલામાં હાઇવે બાયપાસ કાઢવાની ચાલતી ચર્ચા ને લઈને રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે ચોટીલા યાત્રાધામ છે સૌરાષ્ટ્ર ગુજરાતને જોડતું મીડલ પોઇન્ટ છે જેથી અહિયાનો મુખ્ય વ્યવસાય હોટલ ગેસ્ટહાઉસ, રેસ્ટોરન્ટ, ફરસાણ, ચા પાણી અને પ્રસાદનાં વેપાર ઉપર અનેક પરીવાર અને લોકોની રોજીરોટી ટકેલી છે તેમજ અનેક નાના માણસો મજુરો, કામદારોને આ વયવસાયો રોજી પુરી પાડે છે.

જો હાઇવે બાયપાસ કાઢવામાં આવશે તો તેની સીધી અસર ચોટીલા શહેર જેની ઉપર ટકેલુ છે તેવા આ ધંધાર્થીઓને પોહચશે અને આ ધંધાઓ બંધ થવાની શકયતા છે જેથી ધંધાનાં માલીકો અને મજુરો અને કામદારો બેકાર બનશે અને ચોટીલાનો રોટલો ભાંગશે જેથી હાઇવે બાયપાસનાં બદલે અન્ય કોઈ વિકલ્પ પર વિચાર કરી અપનાવવાની માગણી કરેલ છે.

જીલ્લા કલેકટર કે. રાજેશ ને ચોટીલા ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, શહેર કોગ્રેસ પ્રમુખ અજય સામંડ, વનરાજભાઇ ધાધલ સહીતના આગેવાનોએ પાઠવી ચીમકી આપેલ છે કે સરકાર કોઇ ફેરફાર નહી કરે તો લોકો અને ધંધાર્થીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.(૨૧.૧૪)

(12:50 pm IST)