Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

મોરબી - માળીયા પંથકમાં પાણીનો પ્રશ્ન હલ કરવા પાણી પુરવઠા મંત્રીને ધારાસભ્યે રજૂઆત કરી

મોરબી તા. ૧૩ : મોરબી-માળીયા (મિં) વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નો અંગે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રીને તેમજ પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હતી.

મોરબી-માળીયા (મિં) વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. લોકો ભરઉનાળામાં વિકટ સ્થિતિનો સામનો કરી રહયા છે ત્યારે પ્રજાના પીવાના પાણીની યાતનાનો તાકીદે અંત લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની સમસ્યાઓ અંગે જે ફરિયાદ આવે છે તેનું સમયસર નિરાકરણ લાવવાઙ્ગઅનેઙ્ગમોરબી તાલુકાના ધરમપુર,ઙ્ગચકમપર,ઙ્ગશોખડા,ઙ્ગયાળીયા (મિં) તાલુકાના બોડકી, ખીરસરા, નવાગામ, વર્ષામેડી વગેરે તેમ જ માળીયા (મિં) નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવાઙ્ગપમ્પીંગ સ્ટેશનમાંથી  પાણી તાકીદે આપવા તેમ જ માળીયા (મિં) નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિ ધ્યાને લઈ રૂ.૨૮,૮૦,૦૦૦ની એડવાન્સ રકમ ભરવામાં પાણી પૂરવઠા બોર્ડ રાહત આપવામાં આવે.તેમજ માળીયા (મિં) તાલુકા માટે અલગ સબડિવિઝન ફાળવવા અને મોરબી માળીયાના પીવાના પાણીના જુદા-જુદા પ્રશ્નો માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ધોળકીયા,ઙ્ગપાણી પુરવઠા સચિવ જે. પી. ગુપ્તા તથાઙ્ગઙ્ગરાજકોટ ખાતેના ઝોન-૩ના મુખ્ય ઈજનેર પટેલ સમક્ષ રજુઆત કરી આ સમરયાઆઙ્ખનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા ખાસ તાકીદ કરી હતી.

મચ્છુ તારા વહેતા  પાણી નાટક

મોરબીના પીઠડાઈ ગૌસેવા મંડળ પીઠડના યુવકો દ્વારા તા. ૧૪ ને શનિવારે રાત્રે ૯ કલાકે મોરબીના રવાપર રોડ સ્થિત રામોજી ફાર્મ ખાતે મોરબીની ગાથા વર્ણવતું પ્રસિદ્ઘ નાટક મચ્છુ તારા વહેતા પાણી ભજવવામાં આવશે સાથે સાથે લોકોને પેટ પકડી હસાવતું હાસ્ય નાટક માલી મતવાલી પણ ભજવવામાં આવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ

ગુજરાત રાજય રમતગમત યુવા સાસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશ્નર યુવક સેવા ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી મોરબી સંચાલીત 'પવનને પગલે ચાલી તુ' નૃત્ય નાટીકા તેમજ 'સાંસ્કૃતિક લોકડાયરો' આગામી તા. ૧૪મી એપ્રિલના રોજ સાંજના ૭-૦૦ કલાકે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેની ઓમ શાન્તી વિધાલય પાસે યોજાશે.

(12:48 pm IST)