Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ચોટીલાના રાજપરામાં ભેંસની ચોરી કરનાર ઝડપાયો

વઢવાણ,તા.૧૩: લીંબડી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી પી.ડી. પરમાર ના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી જી.વી. વાણીયા તથા સ્ટાફના હે.કો. દલસુખભાઇ તથા મનસુખભાઇ તથા પો.કોન્સ. મુકેશભાઇ તથા દેવેન્દ્વભાઇ રાવલ તથા વલ્લભભાઇ સહિતના પોલીસ માણસનો  ટીમ દ્વારા ભેંસ ચોરીના આ ગુનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. રાજપરા ગામના લોકલ સંપર્કો દ્વારા ભેસ ચોરીમાં સંડોવાયેલ વાહનો તથા ચોર ઇસમોની ઉંડાણપૂર્વકની તપાસમાં તથા ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજપરા ગામથી ચોટીલા સુધીમાં સી.સી.ટી.વી. કેમેરાની તપાસ કરવામાં આવતા ચોટીલા ખાતે હાઇવે પર રાખવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં ગુનામાં સંડોવાયેલ વાહનો તથા ચોર ઇસમો જોવામાં આવેલ હતા.

આરોપી ગોપાલભાઇ હેમુભાઇ સુરેલા ચો.કોળી ઉ.વ.૧૯ રહે, પાજવાડી તા.ચોટીલા વાળાને તા. ૧૦/૦૪/૨૦૧૮ના રોજ પકડી આરોપીને નામદાર ચોટીલા કોર્ટમાં રજુ કરી દિન ૩ નાં રિમાન્ડ પર મેળવવામાં આવેલ હતો આ રીમાન્ડ પરના આરોપીની યુકિત પ્રયુકિતથી સધન પુછપરછ કરતા તેમજ ટેકનીકલ સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન રીસોર્સથી માહિતી એકત્ર કરતા ભેંસ ચોરી કરવા વાળા ઇસમો બનાસકાઠા જીલ્લાના કાકરેજ તાલુકાના ટોટાણા ગામે રહેતા હોવાની તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો તથા ચોરીમાં ગયેલ ભેંસો ટોટાણા ગામે હોવાની માહિતી કનફોર્મ થતા લીંબડી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપસિંહ જાડેજા તથા સર્કલ પોલીસ ઇન્સપેકટરશ્રી પી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ.શ્રી જી.વી. વાણીયાની રાહબરીમાં એ.એસ.આઇ.જી.એમ.સોલંકી તથા હેઙકોન્સ દલસુખભાઇ મેહરીયા, મનસુખભાઇ રાજપરા તથા પો.કોન્સ. વલ્લભભાઇ ખટાણા, જયસુખભાઇ વિ. તપાસ ટીમને બનાસકાંઠા જીલ્લાના થરા પોલીસ સ્ટેશનની હદના ટોટાણા ગામે રવાના કરવામાં આવેલ હતા.

થરા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી ભરવાડ સાહેબ તથા સ્ટાફ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી દીયોદર નાઓના સાથ સહકારથી આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપી નરેશજી સોંડાજી ચાંદેશા જાતે ઠાકોર ઉ.વ.૨૫ રહે, મુળ નેસડા ભાભર હાલ રહે. ગામ ટોટાણા તા. કાંકરેજ જી.બનાસકાંઠા વાળાની સંયુકત તપાસ કરતા આ ઇસમ ટોટાણા ગામે થી મળી આવેલ તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ યુટીલીટી જીજે-૨-ઝેડ-૫૦૯૮ વાળી તેની વાડીમાં સંતાડીને રાખેલ હોય અને તમાં ચોરીમાં ગયેલ બંન્ને ભંસો બાંધી રાખેલ હોય તે યુટીલીટી કિ. રૂ.૩,૫૦,૦૦૦/- તથા ભેંસ જીવ બે કિ.રૂ.૫૦,૦૦૦/- ની મળી આવેલ તેમજ સ્કોર્પ્યો કાર નં.જી.જે.-૧૨-બી-૧૮૭૭ કિ.રૂ.૩,૦૦૦૦૦/- ની ગણી કુલ રૂ.૭,૦૦૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.(૧.૯)

(12:48 pm IST)