Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

વઢવાણઃ હાઇ-વે ઉપર ચાલુ વાહનોમાંથી જીરાની ચોરી કરનાર ઝડપાયો

વઢવાણ તા.૧૩ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેંઘાણીનાઓએ માલવણ હાઇવે ઉપર ચાલુ વાહને ટ્રક ઉપર ચડી જીરા તથા અન્ય ચિજવસ્તુની ચોરી કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી.પોલીસ ઇન્સ. એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી.ના સ્ટાફના પોલીસ સબ ઇન્સ. આર.ડી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.જે.ગોહિલ તથા હેડ કોન્સ. સરદારસિંહ તથા પો.કોન્સ. મોહસીનભાઇ કયોટ તથા વિજયસિંહ રાણા તથા મહેન્દ્રસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પો.સબ.ઇન્સ. આર.ડી. ગોહીલ તથા હેડ કોન્સ. સરદારસિંહ ગોહિલ વિગેરેને ખાનગી બાતમી રાહે હકીકત મેળવી ગેડીયા-સેડલ ગામ વચ્ચે નર્મદા કેનાલ રોડ ઉપરથી આરોપી રમીઝખાન સન/ઓફ મહમદખાન હુસેનખાન જતમલેક જાતે મુ.માન ઉ.ર૦ રહે. ગેડીયા તા.પાટડી વાળાને પકડી પાડી જીરા ચોરીના પોતાના ભાગે આવેલ રૂ.પ૦૦ રોકડા મળી આવેલ છે. પુછપરછ કરતા દશ દિવસ પહેલા ચાલુ ટ્રકે ગાડીઓમાં માલ પાડનાર કાળો મુન્નો ઉર્ફે હનીફખાન રહે. ગેડીયા તથા ગુલાબ ડફેર વાસવા તા.વીરમગામ તથા બાબુ ડફેર રહે. વાસવા તા.વીરમગામનાઓ ભેગા મળી ચાલુ વાહનમાંથી જીરાના કોથળા પાડી પીકઅપ ડાલામાં ભરી જે જીરાના કોથળા ભરેલ પીકઅપ ડાલુ પોતે તથા જશો ઉર્ફે જશવંત કાળુભાઇ અનુજાતિ રહે.ગેડીયા તથા ભીમા અયુબખાન મલેક રહે.ગેડીયા વાળાએ ભેગ મળી કડી માર્કેટમાં વેચતા હોવાની કબુલાત કરેલ છે. (બજાણા પો.સ્ટે.ફસ્ટ ગુરના ૦૯/૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનો) જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસર  કાર્યવાહી કરી બજાણા પો.સ્ટે. સોપી આપેલ છે.(૬.૧૮)

(12:48 pm IST)