Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભાણવડ નજીકથી દેશીદારૂ ભરેલી ઇકો વાન ઝડપાઇ

 ભાણવડના કપુરડી પાટીયા પાસેથી જામનગર તરફ આવી રહેલી એક ઇકો કાર નં.જી.જે.૧૦ સીજી ર૦૮૪માં દેશી દારૂ ભરેલો છે જેને પગલે પી.એસ.આઇ. એચ.આર.કુવાડીયા તથા સ્ટાફ મોટા કાલાવડના પાટીયે વોચમાં હતો ત્યારે બાતમી જબ જ આ ઇકો કાર નિકળતા સ્ટાફે તેને અટકાવવા જતાં ચાલક કાર દુર ઉભી રાખી રેઢી મુકીને નાસી છુટયો હતો જેની તપાસ કરતા તેમાંથી ગેર કાયદેસર દેશી દારૂ લી.૬૦૦ મળી આવતા પોલીસે ઇકો કાર અને દારૂનો જથ્થો કબ્જે લઇ ફરાર કારચાલક વિરૂધ્ધ ગૂન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. કબ્જે લેવામાં આવેલી ઇકો કારની કિંમત બે લાખ આંકવામાં આવેલ છે.(૬.૧૭)

(12:47 pm IST)