Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ધારીના સરસીયા ગામે ખોટી ફરિયાદ દાખલ કરાતા અમરેલીના એસપીને આવેદન

 ધારીના સરસીયા ગામે જૂના મનદુખમાં ખોટી ફરિયાદ દાખલ કરાતા ઉપસરપંચ દ્વારા અમરેલીના એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છેે અને જણાવ્યું છે કે, સરસીયા ગામે રહેતા મંગળુભાઇ બચુભાઇ વાળા જેઓ ગઇ ટર્મમાં સરપંચ તરીકે પાંચ વર્ષથી સેવા આપતા અને ગામના વિકાસકાર્યો કરતા અને ચાલુ ટર્મમાં ઉપસરપંચ તરીકે સેવા આપે છે. મંગળુભાઇ વાળા સારી શાખ ધરાવે છે તેમના ત્રણ દિકરાઓ ઉદયભાઇ, ઉમેશભાઇ, શૈલેષભાઇ પણ ગામમાં આબરૂ ધરાવે છે. ગ્રામપંચાયતની ચૂંટણી દરમિયાન મંગળુભાઇની પેનલ સામે ઉભા રહેતા ગીતાબેન ભીખાભાઇ મકવાણા હારી ગયેલ તે મનદુખ અને રાગદ્વેષ રાખી તેઓએ મંગળુભાઇ તથા તેના પરિવાર સાથે કોઇપણ બહાને ઘર્ષણ ઉભું થાય તેવા પ્રયત્નો કરતા રહે છે. ગીતાબેન અનુસુચિત જાતિના હોય અને એટ્રોસીટી કાયદાની ઓથમાં ખોટી ફરિયાદ થઇ શકે છે  તેવી તેઓને જાણ હોય આથી ગીતાબેન મકવાણાએ ધારી પોલીસ મથકમાં ઉપસરપંચ અને ત્રણેય દિકરા વિરૂઘ્ધ કાયદાની આડશ લઇ ખોટી ફરિયાદ ઉભી કરેલ છે આ ફરિયાદમાં તદ્દન ખોટી હકીકતો રજૂ કરી ગીતાબેન ભીખાભાઇ મકવાણાએ જૂનું મનદુખ રાખી ફરિયાદ કરી છે. હકીકતમાં આવો કોઇ બનાવ બનેલ નથી. ગામમાં પાણી ભરવાની ટાંકાની જાહેર વ્યવસ્થા છે અને સાર્વજનિક રીતે પાણી લઇ જઇ શકે તેવી પણ વ્યવસ્થા છે. કથિત બનાવ ઉપજારી કાઢેલ છે તેની ન્યાયી તપાસ થાય તેવી માંગણી એસપીને આવેદનપત્ર પાઠવી કર્યાનું સંયુકત યાદીમાં જણાવ્યું છે.(૨૧.૧૫)

(12:45 pm IST)