Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ભુજ અને પશ્ચિમ કચ્છમાં વિજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણના માહોલ યથાવત છે અને આખો દિવસ અસહ્ય ઉકળાટનો માહોલ અનુભવાય છે. જયારે સાંજના સમયે વાદળ છાયા વાતવારણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.

ગઇકાલે પણ કચ્છના ભુજ અને પશ્ચિમ -કચ્છના નખત્રાણા, મુંદ્રા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.  કાલે સાંજના સમયે જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો.

જામનગર

જામનગર : શહેરનું આજનું હવામાન ૩૩.૬ મહત્તમ ર૬.પ લઘુતમ ૮૯ ટકા વાતાવરણ ભેજનં પ્રમાણ ૧ર.ર પ્રતિ કલાક પવનની ગતિ

(11:56 am IST)