Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

તાલાલાના ભોજદેની સીમમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

ત્રણ શખ્સો રૂ. ૬૮ હજાર સાથે ઝબ્બે

જુનાગઢ, તા. ૧૩ :  તાલાનાં ભોજદેની સીમમાં ચાલતા ક્રિકેટ સટ્ટાનો પોલીસે રાત્રે પર્દાફાશ કરી ત્રણ શખ્સોને રૂ. ૬૮ હજારનાં મુદ્દામાલ સામે ઝડપી લીધા હતા.

તાલાલાનાં ભોજદેની સીમમાં આઇપીએલની મુંબઇ-હૈદ્રાબાદની ક્રિકેટ મેચ પર સટ્ટો ચાલતો હોવાની માહિતી મળતા જમાદાર આઇ.એ. બેલીમે સ્ટાફ સાથે રાત્રે દરોડો પાડયો હતો.

જેમાં ભોજદેનો હમીલ ગોવિંદ ઝાલા તથા અમદાવાદનો કિરણ રણછોડ પ્રજાપતિ અને ભરત વાડીલાલ ઠક્કરને રૂ. ૬૮૩ર૦ના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટ્ટો રમતાં ઝડપી લીધા હતા. આ સટ્ટાનાં મુખ્ય સુત્રધાર તરીકે અમદાવાદનો હાર્દિક પ્રવીણ વ્યાસ, કરણ ઠક્કરનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:56 am IST)