Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ઈંધણના ભાવ ન ઘટે તો કાલાવાડ કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી

કાલાવડ, તા. ૧૩ :. ખરેખર આંતરરાષ્ટ્રીય એ બેરેલના ભાવ માત્ર ૭૦ ડોલર હોય ત્યારે ખરેખર પેટ્રોલના ભાવ એક લીટરના રૂ. ૫૫ને ડીઝલના એક લીટરના ભાવ રૂ. ૪૮ હોવા જોઈએ.

તે જ રીતે વર્તમાન ભાજપ સરકાર રોજબરોજ ખનીજ તેલના ભાવ વધારતી જાય છે. જેના કારણે ટ્રક ટ્રાન્સપોર્ટર જ્યારે લોંગ રૂટે જવાનું થાય ત્યારે શરૂનો ભાવ ઓછો હોય છે ને બે પાંચ દિવસે મૂળ સ્થળે પહોંચતા પાંચ દિવસ પછી ત્રણ કે ચાર રૂપિયા ભાવ વધારો ડીઝલ-પેટ્રોલમાં વધી જાય છે જેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દેશનો પડી ભાંગેલ છે.

કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વસંતભાઈ ગીણોયાએ આ સામે વર્તમાન મોદી સરકારની પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાથી પીડાતી પ્રજાને મુકતી આપવા ભાવ ઘટાડવાને જીએસટીના દાયરામાં ખનીજ તેલને લાવવા માંગ કરી છે. જો તેમ કરવામાં નહી આવે તો રસ્તા પર ઉતરી આવીશું ને જોરદાર આંદોલન કરીશું તેવી ધમકી ઉચ્ચારેલ છે.

(11:55 am IST)