Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

બેટ દ્વારકાના ભેદી ધડાકાની તપાસ : કારણ હજુ અકબંધ

ખંભાળીયા, તા. ૧૩ : બેટ દ્વારકા વિસ્તારમાં ગઇકાલે રાત્રે ૮:૧પ વાગ્યે ભેદી ધડાકો થતાં તથા આ ધડાકાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠયો હતો તથા કેટલાક સ્થળે લોકો ઘટની બહાર પણ નીકળી ગયા હતાં. ભેદી રીતે મોટો ધડાકો થતા લશ્કરી હુમલાના ભયની પણ અફવા ફેલાઇ હતી તથા એક તબક્કે ભારતીય વાયુસેનાના વિમાને બોમ્બ ધડાકાનું ટેસ્ટીંગ કર્યું તેમ તથા ભૂકંપનો આંચકો આવ્યાનું પણ સંભળાતું હતું.

કલેકટરશ્રી જે.આર. ડોડીયા તથા જિ.પો.વડા શ્રી રોહનકુમાર આનંદ દ્વારા તેમને દોડતું કરાયું હતું, પરંતુ કયાંય કોઇ સમાચાર સાંપડયા નથી.

જોકે બેટ સહિતના વિસ્તારોમાં આ ધડાકાના પગલે કેટલાક સ્થળે વીજ થાંભલા પડી ગયા હતાં તો ભીમરાણા, આરંભડા બેટ-ઓખામાં પણ આ અવાજ મોટો સંભળાતા કેન્દ્રીય એજન્સીઓ તથા પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:55 am IST)