Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સુપેડી ગામે ભાદર-ર નદીમાં રેતી ચોરીનું કારસ્તાન પકડાયું

રાજકોટ ખાણ ખનીજ વિભાગ ત્રાટકતા પ થી ૬ શખ્સો છનનઃ ૪૦ લાખનો મુદામાલ કબ્જેઃ મોટા પાયે ખનીજ ચોરીનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવ્યો ત્યારે માત્ર દેખાડા પુરતી રેડ પાડીઃ લલિત વસોયાનો આક્ષેપઃ હુમલો કરી ખનિજ માફીયા છનન થઇ ગયા હોવાની પણ લોકચર્ચા

રેડ પાડી એ સ્થળ તથા કબ્જે લેવાયેલ મુદામાલ તસ્વીરોમાં દર્શાય છે.

ધોરાજી તા. ૧૩: તાલુકાના સુપેડી ગામે ભાદર-ર નદીમાં બેફામ રેતી ચોરી થોતી હોવાની ફરીયાદના આધારે રાજકોટ ખાણ ખનીજ વિભાગે રેડ પાડી ૪૦ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો... પ થી ૬ શખ્સો હુન્ડાઇ મશીન લઇ નાસી ગયા હતા.

આ અંગે રાજકોટ ખાણ ખનીજ વિભાગના ઘનશ્યામ વાઘાણીએ જણાવેલ કે, એ રેડ પાડી ત્યારે પ થી ૬ અજાણ્યા શખ્સો રેતીની ચોરી કરતા જોવા મળેલ હતા. લોડર મશીન-૧, ડુંડાઇ મશીન-૧ વિગેરે સાધનો લઇ નાસી ગયા હતા જયારે ૧ ડુંડાઇ મશીન કબ્જે કરેલ રેતીના સટ્ટાનો જથ્થો પણ કબ્જે કરેલ છે આ અંગે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પાા થી ૬ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાતા તપાસ આગળ ધપાવાઇ છે.

દરમિયાન લોકચર્ચા મુજબ સુપેડી ગામે ભાદર-ર નદીમાં ખાણખનીજ વિભાગે રેડ પાડી ત્યારે લીઝ ચોરીવાળા શખ્સો હુમલો કરી નાસી ગયા હતા.

જોકે, સવારની રેડની ફરીયાદ સાંજે થઇ હોવાથી પણ જાગૃત નાગરિકોમાં તરેહ-તરેહની ચર્ચા જાગી છે.

વળી ધારાસભ્ય લલીત વસોયા એ જણાવેલ કે ધોરાજીમાં મોટા પાયે ખનીજ ચોરી થઇ રહ્યાનો ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા માત્ર બતાવા ખાતર અધિકારીઓ રેડ પાડી છે.

તો ઘણી જગ્યાએ તો લોકચર્ચા એવી પણ થઇ રહી છે કે, ભાદર નદી તો અનેક વિસ્તારમાં ફેલાયેલી છે તો રેડ માત્ર ઉપલેટા રોડ ઉપરજ કેમ....??

(11:52 am IST)