Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

રૂ. ૧૦ કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં કચ્છની મહિલા, રાજકોટના શખ્સ સહિત ૪ સામે ગુન્હો

કચ્છ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ જેન્તી ભાનુશાલીના ભત્રીજાને અશ્લીલ વિડીયો કલીપ પ્રકરણમાં બ્લેકમેઇલ કરીને

ભૂજ, તા. ર૩:  પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીનો ભત્રીજા સુનિલ વસંત ભાનુશાલી એ પોતાને બ્લેકમેઇલ કરીને ૧૦ કરોડની ખંડણી માંગવાના મુદ્દે કચ્છની મહિલા મનીષા ગજુુગીરી ગોસ્વામી, રાજકોટના શખ્સ ચિરાગ પટેલ  અને અન્ય બે એમ કુલ ૪ શખ્સોની વિરૂધ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પોલીસમાં ફરીયાદ કરી છે.

અમદાવાદનો કચ્છી ભવનમાં મનીષા ગોસ્વામી એ પોતાને બોલાવીને સ્પ્રે છાંટી બેભાન કરી તેની અશ્લીલ વીડીયો કલીપ ઉતારીને વીડીયો કલીપ વાયરલ નહિ કરવા માટે બ્લેકમેઇલ કરવાના મુદ્દે સુનિલ ભાનુશાલીએ પોલીસ ફરીયાદ કરી છે. દરમ્યાન આ પ્રકરણમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જેન્તી ભાનુશાલીએ દરમિયાનગીરી કરતા મનીષા ગોસ્વામીએ તેમને અને પરિવારના અન્ય સભ્યોને પણ કેસમાં ફસાવી દેવાની ચીમકી આપી હોવાનું ફરીયાદમાં લખાવાયું છે.

દરમિયાન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી એ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે મનીષા ગોસ્વામી મુળ કચ્છની છે. વાપીમાં રહે છે અને બ્લેકમેઇલીંગની વૃત્તિ ધરાવતી આ મહિલાએ પપ લાખ રૂપિયા તેમના પરિવાર પાસેથી પડાવી લીધા છે. જેમાં રપ લાખનો ચેક છે.

મનીષા ગોસ્વામીની સાથે રાજકોટનાં ચિરાગ પટેલ નામના શખ્સની વિરૂધ્ધ પણ પોલીસ ફરીયાદ છે. કુલ એક મહિલા અને ત્રણ શખ્સો સહિત ૪ ની ગેંગ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ  કરાઇ છે. દરમિયાન મનીષા ગોસ્વામીએ અન્ય ન્યુઝ ચેનલો ને આપેલા ટેલીફોનીક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આખોય મામલો જમીનનો છે.

જેન્તીભાઇ ભાનુશાલી અને તેના પરિવાર દ્વારા તેણી ઉપર દબાણ લાવવા આ કેસ ઉભો કરાયો છે. જો કે, ફેબ્રુઆરીમાં બનેલા આ બનાવની કેસ ઉભો કરાયો છે. જોકે, ફેબ્રુઆરીમાં બનેલા આ બનાવની મોડી પોલીસ ફરીયાદ પણ ચર્ચાનો વિષય બની છે. હવે આ મામલે શું નવા કડાકા ભડાકા થાય તે જોવું રહ્યું.

(11:52 am IST)