Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જૂનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

જૂનાગઢ : રાજય સરકારશ્રી દ્વારા સાયન્સ સીટી અમદાવાદ યોજવામા આવતા વેકેશન ટ્રેનીંગ પ્રોગ્રામ દર વર્ષે રાજયમાંથી કુલ - ૩૩ વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા દીઠ - ૧ વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૯ એપ્રિલ થી ૬ મે દરમિયાન યોજાનાર ટ્રેનીંગ પ્રોગ્રામમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય જૂનાગઢના ધો. ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નિશાંત રમેશભાઇ કથીરીયાની પસંદગી થયેલ છે. કાર્યક્રમની મુખ્ય થીમ બાયોરિસોર્સીસ તેમજ બાયોડાયવર્સીટી છે. પ્રોજેકટની માહિતી તેઓને શાળાના વિજ્ઞાન શિક્ષક એસ.ડી.મોણપરા દ્વારા આપવામાં આવેલ છે. શાળાના સંચાલક પૂ. જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, ઋષિકેશ સ્વામી અને શાળાના આચાર્ય પી.પી.ગુંદાણિયા તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવેલ છે.(તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:37 am IST)