Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સત્તાધારી ભાજપના ઉમેદવારો વિજેતા

ઉના તા. ૧૩ :.. ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની બોર્ડ ઓફ ડીરેકટરની ૪ બેઠકની મત ગણતરી પુર્ણ થઇ છે. સત્તાધારી ભાજપ જૂથનાં ઉમેદવારો વિજેતા થયા હવે પ્રમુખપદમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન તે અંગે સસ્પેન્સ  છે.

ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘની ૧પ બેઠકની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં વર્તમાન સંઘનાં પ્રમુખ  નરસિંહભાઇ મેઘજીભાઇ ડોબરીયા, લાખાભાઇ ઉકાભાઇ ઝાલા, લાલજીભાઇ હરીભાઇ ડોબરીયા, કનુભાઇ લખમણભાઇ સોલંકી, અરજણભાઇ કરશનભાઇ કાથરોટીયા, ભીખાભાઇ રામભાઇ બાંભણીયા, ગાંડાભાઇ ગોવિંદભાઇ વાળા, પુંજાભાઇ કાળાભાઇ, યુસુફભાઇ ઘાંચી, ભીખાભાઇ દેવસીભાઇ નંદવાણા, મનોજભાઇ લાખાભાઇ બીનહરીફ વિજેતા થયા હતાં.

જયારે ૪ સર્કલ બેઠકનું મતદાન યોજાયુ હતું જેની ગણતરી ઉના મામલતદાર કચેરીના સભા ખંડમાં આજે યોજાય હતી. જેમાં સોદરડી બેઠક ઉપર મહેન્દ્રભાઇ મગનલાલ ગટેચા, (૪ મત), ગીર ગઢડા બેઠક ઉકાભાઇ બાઉભાઇ વાઘેલા ૩ મતો, તડ બેઠક ઉપર મેણસીભાઇ પરબતભાઇ વાળા, ચીખલી બેઠક ઉપર પુનાભાઇ અરસીભાઇ સોલંકી (ર મત) મેળવી વિજેતા થયા હતાં.

ચીખલી બેઠક ઉપર પુનાભાઇ અરસીભાઇ અને મેકાસીભાઇને ર-ર મત મળતા ટાઇ થઇ હતી. ચીઠી નાખતાં પુનાભાઇ અરસીભાઇ વિજેતા થયા હતાં. પુર્વ ઉના તાલુકા પંચાયત પ્રમુખ ઉકાભાઇ વાઘેલા વિજયી થયા હતાં.

એકંદરે વર્તમાન સતાધારી ભાજપ જૂથનું પલડુ ભારી છે. અને આવનારા સમયમાં ઉના તા. ખ. વેચાણ સંઘનાં પ્રમુખની વરણીમાં  પુનરાવર્તન કરાશે કે નવો ચહેરો મુકાશે તેની ચર્ચા એ જોર પકડયું છે.

(11:35 am IST)