Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જૂનાગઢમાં ખાનગી મિલ્કત ઉપર જાહેરાતના હોર્ડીંગ્સ બોર્ડની લાયસન્સ ફી માં વધારો કરાતા રોષ

આઉટડોર એડવર્ટાઇઝીંગ એસોશિએશન દ્વારા કમિશ્નરને રજૂઆત

જૂનાગઢ તા. ૧૩ : જૂનાગઢ આઉટડોર એડવર્ટાઇઝીંગ એસોસિએશન દ્વારા કમિશ્નરશ્રી મહાનગરપાલિકાને આવેદનપત્ર પાઠવીને ખાનગી મિલકત ઉપર રહેલા જાહેરાતના હોર્ડીંગ્સની લાયસન્સ ફી માં ધરખમ વધારા મુદ્દે યોગ્ય કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં જાહેરાતના બોર્ડની લાયસન્સ ફી જૂનાગઢની વસ્તીની સરખામણીમાં ઓછી છે.

ત્યારે જૂનાગઢમાં આ ભાવવધારો અતિશય છે તેમ જૂનાગઢ આઉટડોર એડવર્ટાઇઝીંગ, એસોસિએશનના શિવશકિત પબ્લીસીટી, પ્રચાર એડવર્ટાઇઝીંગ બાલાજી પ્રતિક એડ, પુનિત પબ્લીસીટી, સ્મિત એડ, ડી વી આઉટડોર (જૂનાગઢ) ચિત્રા (બી) પબ્લીસીટી કુ. (અમદાવાદ), વિકાસ ગ્રાફીકસ, જોષી પબ્લીસીટી કેમ્પેન એડ (રાજકોટ), શિવ પબ્લીસીટી દ્વારા યોગ્ય કરવા માંગણી કરાઇ છે.

(11:34 am IST)