Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સરકારી ચિલ્ડ્રન હોમ ઓબ્ઝર્રવેશન રાજકોટ તબદીલ થતા હવે જૂનાગઢમાં એક વાલીવાળા અને અનાથ બાળકોને રખાશે.

જૂનાગઢ તા.૧૩: હાથી ખાના રોડ પર આવેલ ઓબ્ઝર્વેશન હોમ વર્ષ ૨૦૧૨ સુધી સરકારી ચિલ્ડ્રન હોમ ઓબ્ઝર્વેશન હોમ તરીકે કાર્યરત હતું. ત્યારે તેમાં કાયદાના સંપર્કમાં અને સંઘર્ષમાં આવેલા બાળકોને સજાના ભાગ રૂપે રાખવામાં આવતા હતા. મે -૨૦૧૨ પછી બાળ ગુનેગારો માટેનો ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ છે. હવે જૂનાગઢ ખાતે ઓબ્ઝર્શેવેશન રૂમમાં  માત્રને માત્ર કાળજી અને રક્ષણવાળા અને અનાથ અને એક વાલી વાળા જરૂરીયાતમંદ અને અભ્યાસ અર્થે આવેલા બાળકોને જ રાખવામાં આવે છે.

પરંતુ બાળ અદાલતની બેઠક હાલમાં આ ઓબ્ઝવેશન હોમ ખાતે મળતી હોવાથી અને અગાઉની ઓબ્ઝવેશન હોમની ઓળખની કારણે જૂનાગઢ જિલ્લાની આમ જનતાને અહીં ગુનેગાર બાળકોને જ રાખવામાં આવે છે. તેવી માહિતી હોવાથી પ્રસંગોપાત જયારે અમુક દાતાઓ બાળકો માટે વસ્તુઓ આપવા આવે છે ત્યારે તેમને માહિતી ન હોવાથી ગુનેગારોની દ્રષ્ટીથી જોતા હોય છે. જેથી હાલમાં રહેતા અનાથ અને એક વાલી વાળા બાળકોના માનસ પર તેની વિપરીત અસર થાય છે.

જેથી ચિલ્ડ્રન હોમ અને ઓબ્ઝવેશન હોમ હાથી ખાના રોડ, જૂનાગઢના અધિક્ષક દ્વારા જાહેર જનતા જોગ જાણ કરી છે કે જૂનાગઢ ઓબ્ઝવેશન હોમ ખાતે અનાથ અને એક વાલી વાળા જ બાળકો છે. આવા બાળકો સમાજમાં હોય અને તેને મદદ કરી શકાય તે માટે પાત્રતા પ્રમાણે તપાસ કરીને તેને સરકાર તરફથી જમવા,રહેવા અને અભ્યાસની સગવડ કરી આપવામાં આવે છે તેમ એક યાદીમાં જણાવાયું છે.

(11:34 am IST)