Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ઉના પા.પં. ના પુર્વ સભ્ય જીવાભાઇ વાઢરેનું અવસાનઃ પિતાની નનામીને દિકરીઓએ કાંધ આપી

ઉના,તા.૧૩: તાલુકા પંચાયત ના પૂર્વ સભ્ય જીવાભાઇ વાઢેર નું અવસાન થયું ૮ દિકરીઓએ પિતાની નનામીને કાંધ આપી મુખાગ્ની આપી દિકરા તરીકે ફરજ બજાવી હતી.

ઉના તાલુકાનાં વડવીયાળા ગામે રહેતા જીવાભાઇ ભીખાભાઇ વાઢરે (ઉ.વ.૬૭) તે પૂર્વ ઉના તાલુકા પંચાયતના સભ્ય ત્થા વડવીયાળા સેવા સહકારી મંડળીના પ્રમુખનું  હદય રોગનો હુમલો આવતા અવસાન પામેલ હતાં તેઓ જયાબેન,રાજીબેન,દયાબેન, દક્ષાબેન, કવીબેન, પુનીબેન, અલ્પાબેન, શ્રધ્ધાબેનનાં પિતાશ્રી ત્થા હિરાભાઇ, બચુભાઇ, દેવાભાઇનાં મોટા ભાઇ થાય છે. અંતિમ યાત્રામાં ધારાસભ્ય પુંજાભાઇ વંસ ત્થા સમાજનાં અગેવાનો જોડાયા હતાં જીવાભાઇને દિકરો ન હોય અને દિકરા સમાન આઠ દિકરી હોય તેમણે પિતાની અર્થીને કાંધ આપી સ્મશાને લઇ જઇ પિતાને મુખાગ્ની આપી દિકરા તરીકે ફરજ બજાવી હતી. બેસણું તેમના નિવાસ સ્થાન વડવીયાળા મુકામે રાખેલ છે.

(11:34 am IST)