Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રશ્નનોની રજુઆત સોમવાર - ગુરૂવાર સંભળાશે

ખંભાળિયા, તા.૧૩ : શ્રી આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી-દેવભૂમિ દ્વારકાની યાદીમાં જાહેર જનતા જોગ જણાવવામાં આવે છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સર્વે નાગરિકો તથા જાહેર જનતા-પંચાયતીરાજના પદાધિકારીશ્રીઓ,પંચાયતીરાજને સ્પર્શતી પોતાની રજૂઆત / ફરિયાદ માટે દર સોમવાર તથા ગુરુવારના રોજ કચેરીના કામકાજના કલાકો દરમ્યાન જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળી શકાશે. તે સિવાયના  દિવસો દરમ્યાન કચેરીની ક્ષેત્રીય કામગીરી ને કારણે સોમવાર-ગુરુવાર સિવાયના દિવસોએ અન્ય પૂર્વ નિર્ધારિત કામગીરીને કારણે  મુલાકાત માટે સમય ફાળવવાનો શકય ન હોય, જે લક્ષમાં લેવા અને શકય હોય ત્યાં સુધી મુલાકાત માટે આવવાનું ટાળવા નમ્ર નિવેદન છે.

વધુમાં કોઈ પણની પંચાયતીરાજ તંત્રને લગત રજૂઆત / ફરિયાદ  જિલ્લા વિકાસ અધિકારીશ્રીના ફોન નંબર ૦૨૮૩૩-૨૩૫૯૪૭ પર પણ નોધાવી શકશે. જેનો રજૂઆતકર્તા નાગરિકને પ્રત્યુતર જરૂરથી  પાઠવવામાં આવશે.

(11:34 am IST)