Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'કાન્હાનું કામ, દુધનું દાન' અભિયાન હેઠળ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવશે.

દેવભૂમિ દ્વારકા, તા.૧૩ : સરકાર દ્વારા કુપોષણ નાબુત કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને દિવસેને દિવસે કુપોષણમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુકત કરવા અને જિલ્લાના તમામ બાળકોને તંદુરસ્ત બનાવવા 'કાન્હાનું કામ, દુધનું દાન' નામે એક અભિયાન શરૂ કરવામાં આવી રહેલ છે. જેમાં જિલ્લાના તમામ ગામોની ખાનગી તથા સહકારી દુધ મંડળીઓમાં એક-એક અક્ષયપાત્ર મુકવામાં આવશે. જે કોઇ વ્યકિત મંડળીમાં દુધ જમા કરાવવા આવે તેઓ આ અક્ષયપાત્રમાં યથાયોગ્ય માત્રામાં દુધ આપી દુધ દાન કરશે. આ રીતે ભેગું થયેલું દુધનું તે જ ગામમાં આવેલી આંગણવાડીનાં તમામ બાળકોને વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દુધમાંના મહત્વના ખનીજ કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશ્યમ છે. તેમજ તેમાં લોહતત્વ નહીંવત છે. તેથી જ નાના બાળકોમાં અલ્પરકતતા (એનિમિયા) અટકાવવા  તેમજ કુપોષણમાંથી બહાર લાવવા અને તંદુરસ્ત બનાવવા માટે દુધ આપવું જરૂરી છે.

આ અભિયાનમાં જિલ્લાના તમામ ખાનગી ડેરી સંચાલકો/ દુધ વિક્રેતાઓ અને દુધ મંડળી/ સહકારી મંડળીઓ/ પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓનો સહયોગ મળી રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપિલ કરવામાં આવે છે.

(11:33 am IST)