Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

આટકોટમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૨૦મીએ મેેગા કેમ્પ

ગરીબ પરિવારોને માત્ર રૂ.૧૦૦ના દરે ગેસકનેકશન અપાશે

જસદણ,તા. ૧૩ :જસદણ તાલુકાનાં આટકોટ ગામે આવેલ કૈલાસ ઇન્ડેન ગેસ એજન્સી દ્વારા આગામી તા.૨૦દ્ગક્નત્ન રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગરીબ પરિવારો રાંધણ ગેસ કનેકશનથી વંચિત રહી ગયા હોય તેવા પરિવારોને ઉજ્જવલા યોજના હેઠળ માત્ર રૂ.૧૦૦માં રાંધણ ગેસ કનેકશન આપવામાં આવશે. આ મેગાકેમ્પમાં આઈઓસીનાં અધિકારીઓ અને જસદણ પુરવઠા વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહી ગેસ કનેકશનનું વિતરણ કરશે.

એપીએલ-૧,૨ અને બીપીએલ, અંત્યોદય કાર્ડ હોલ્ડરને તાત્કાલિક ગેસ કનેકશન ઇસ્યુ કરાશે.

આ અંગે આટકોટ કૈલાસ ઇન્ડેન ગેસ એજન્સીનાં અશ્વિનભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, અમારી એજન્સીમાં રાંધણ ગેસ કનેકશન લેવા ઈચ્છતા તમામ ગ્રાહકોને સરકારની યોજના હેઠળ રાંધણ ગેસ કનેકશન આપવામાં આવશે. જેમાં ખાસ કરીને એપીએલ-૧,૨ અને બીપીએલ, અંત્યોદય કાર્ડ હોલ્ડરને તાત્કાલિક ગેસ કનેકશનઇસ્યુ કરી આપવામાં આવશે. જેથી આ પ્રકારનાં તમામ રાશનકાર્ડ ધારકોને જરૂરી આધાર સાથે આગામી તા.૨૦ સુધીમાં એજન્સીએ રૂબરૂ આવી જવા અંતમાં જણાવ્યું હતું.

(11:33 am IST)