Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

માણાવદર : ખેતીનાં ઉભા પાકને નુકશાન કરનારા જંગલી જનાવરોથી બચવા હાથલાના થોરની વાડ બનાવવા માંગણી

માણાવદર તા.૧૩ : સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં છાશવારે ખેતરોમાં ઉભા પાકને નુકશાન કરતા રખડતા પશુઓ અને જંગલી જનાવરોથી ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આ ત્રાસમાંથી છુટવા માટે ખેતીના ઉભા પાક બચાવવા અભેદ કિલ્લા સમાન કામ આપતું થોર હાંથલાની વાડ ઉછેરી દેવાય તો આ વાડ કોઇ ભેદી શકશે નહી અને કાયમી જે રખોપા પાક માટે કરવા પડે છે તે નહી કરવા પડે આ હાથલા (થોર)માં થતા લાલ ડોડવા (ફળ)માં ભરપુર પોષક તત્વો છે.

તેની છાલ કાંટા કાઢી અંદરના ફળને ખાવાથી હિમોગ્લોબીન બને છે. પ થી ૭ દિવસમાં જે હિમોગ્લોબીન પ ટકા હોય તે ૧૪ ટકા થયાના દાખલા માણાવદર શહેરમાં બન્યા છે. આમ બ્લડ કેન્સર, કેન્સર સહિત લોહીની ખામી ધરાવતા કે અન્ય રોગોમાં રામબાણ ઇલાજ સાબિત થયું છે એવું કાંઇ ઔષધ નથી કે આટલી ઝડપે હિમોગ્લોબીન બને માટે ખેતીના પાક સામે રક્ષણ થશે સાથે સાથે પર્યાવરણમાં ફાયદો પૈસા બચશે અને અતિકિંમતી ઔષધી મળશે.

ખેડૂતો ખેતરો ફરતે આ હાથલાની વાડ ઉભી કરે તો ઉભા પાકને બચાવવા ઉપયોગી સાબિત થશે.

(11:32 am IST)