Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

કોટડાસાંગાણીમા સમયાંતરે આધારકાર્ડની કામગીરી ઠપ્પઃ અરજદારોને ધક્કા

કોટડાસાંગાણી તા. ૧૨ : કોટડાસાંગાણીમા સમયાંતરે આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાથી અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે સાથે જ મળતા ઉડાઉ જવાબથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. એક તરફ ઉનાળાની રૂતુ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને લોકો ઘર બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યા છે અવારનવાર સમયાંતરે કનેકટીવીટી તથા અન્ય ફોલ્ટ આવી જવાથી કલાકો સુધી મામલતદાર કચેરીની બાજુ મા આવેલ એટીવીટી સેન્ટર ની અંદર બેસી રેવાનો વારો આવે છે. પરંતુ આધારકાર્ડ ની કામગીરી કરવી હોવાથી મજબુરી થી ચુપચાપ બેસવુ પડે છે. આધાર કાર્ડ મા સુધારો કરવા આવેલા ગુંદાસરા ના આધેડ મજુરી કરી પેટીયુ રળતા પુષ્પા બેન બ્રાહ્મણ ઉંમર ૬૦ તેઓ એ રડતા રડતા જણાવેલ કે  તેઓ છેલા બે મહીના થી અહીયા વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આજે નહી કાલે આવજો આવા જવાબો સાંભળી ને તેમના કાન પાકિ ગયા છે પરંતુ તેમનુ કામ થાતુ નથી તેઓ જયારે આ બાબતે મામલતદાર મા રજૂઆત કરવા જાય છે ત્યારે આશ્વાસન સીવાય કાંઈ મળતુ નથી તો શીશક ગામ ના સામાજિક કાર્યકર બાવનજીભાઈ સગપરીયા પણ તેના ગામ ના ગરીબ પરિવારના બેન ભાઈનેન્સી અને રોનક કાંતીલાલ પટોળીયા કે જેઓ ગોંડલ અભ્યાસ અર્થે જાય છે.

આધાર કાર્ડ વીના મુશ્કેલી ભેગવી રહ્યા છે અને તેમને શીષ્યવૃતી નથી મળતી કે નથી મળતો એસ ટી બસ નો પાસ તેથી બાવનજીભાઈ પણ આધારકાર્ડ માટે આવ્યા હતા પરંતુ તેમને જવાબ મળેલ કે ગુરુવારે આવજો આજે આધાર કાર્ડ ની કિટ બંધ છે ઉનાળાની સિઝન મા આધાર કાર્ડ માટે ધક્કા ખાવા અરજદારો ને લોઢાના ચણા ચાવવા જેવુ કઠણ બન્યુ છે ત્યારે આ તરફ અધિકારીઓ ધ્યાન દોરે તે જરૂરી બન્યુ છે.ગુંદાસરા ગામે રહેતા અને શાપર વેરાવળની દુકાનો મા કચરા પોતા કરીને ગુજરાન ચલાવતા પુષ્પાબેન રડી પડ્યા હતા અને જણાવેલ કે તેઓ એક માસના સમયગાળામા આઠ થી દસ વખત ધક્કા ખાઈ ચુકયા છે છતા તેમના આધાર કાર્ડ મા સુધારો કરી દેવામા આવતો નથી જેના કારણે તેમને રાશનની દુકાનેથી રાશન મળતુ નથી તેથી ઘઉ ચોખા વેચાતા લઈ ને ખાવાનો વારો આવ્યો છે.

આ બાબતે જયારે કોટડાસાંગાણી મામલતદાર એસ ડી ચાંદવાણીનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે ગોંડલ જસદણ માતો આધારકાર્ડ ની કામગીરી બંધ જ છે આ તાલુકામા ચાલુ છે જેને કારણે ભીડ થાય છે અને જે પ્રોબ્લેમ થાય છે તે નેટ પ્રોબ્લેમના કારણે થાય છે છતા પણ અમે ઉપર રજૂઆત કરસુ અને જે કાંઈ પ્રોબ્લેમ હોય તે દુર કરસુ જેથી કરીને અરજદારોને ધરમધક્કાનો ખાવા પડે.

(11:32 am IST)