Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ઉનાના સૈયદ રાજપરામાં ક્ષારવાળુ પાણી પીવુ પડે છે : ૨૦ દિવસે પાણી વિતરણ

ઉના તા. ૧૩ : છેવાડાના દરિયાકાંઠે સૈયદ રાજપરાના લોકોને ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની માટે વલખા મારવા પડે છે. સૈયદ રાજપરા ગામે રાવલ જૂથ યોજનાનું પાણી તો આવે છે પરંતુ ૨૦ દિવસે ગ્રામ પંચાયતનો કુવો તો છે પરંતુ એ પણ ચાર કિમી દૂર તેમજ કુવાનું પાણી પીવાલાયક નથી. ક્ષારવાળુ લોકોને પાણી લેવુ પડે છે. વેચાતુ એક હેલના પાંચ રૂપિયા તેમજ ૧૦૦ લીટરના કેરબાના ૩૦ થી ૪૦ રૂપિયા ચુકવે છે. તો રાજપરાવાસીઓને ચોખ્ખુ પાણી તો નશીબ જ નથી કારણ કે રાવલ જૂથ યોજનાનું પાણી અને ગ્રામ પંચાયતના કુવાનું ક્ષારવાળુ પાણી બંને સંપમાંથી મિકસ કરીને આપવામાં આવે છે અને પાણીના ટેન્કર પણ બંદરકાંઠાની ભોળી જનતાને ઉલ્લુ બનાવી અને ગ્રામ પંચાયતના કુવાનું જ પાણી આપે છે વેચાતું રાજપરા વાસીઓને નાછુટકે પીવું પડે છે. ક્ષારવાળુ પ્રદુષિત પાણી અંગે ગ્રામજનો દ્વારા રજૂઆત થઇ તોય તંત્રના પેટમાં પાણી હલતું નથી. સૈયદ રાજપરા ગામ દરિયાકાંઠે આવેલ હોવાથી પાણીની ખુબ જ તકલીફ છે અમારે ત્યા કુવાનું પાણી અને રાવલ જૂથ યોજનાનું પાણી મિકસ થઇને અપાઇ છે એ પાણી નથી પીવાલાયક. વેચાતુ પાણી પણ કયારેક મળે તો કયારેક ન મળો. એમા પણ મજૂર માણસ દરરોજના ૩૦ થી ૪૦ રૂ. પીવાના પાણી માટે કયાંથી કાઠવા કે બાળ બચ્ચાનું પુરૂ કરવુ. પાણીની કાયમીની પરોજણ છે.

પાણી અંગે વ્યથા ઠાલવતા મગીબેન કહે છે કે પીવાના પાણીની તો તકલીફ છે રાવલનુ પાણી ૨૦ દિવસે આવે છે પરંતુ પાણી વિના તો ચાલે જ નહી એ માટે પાણીના ટાંકા વેચાતા લેવા પડે છે એક બે નહી પરંતુ રોજના ૩ થી ૪ ટાંકા લેવા પડે છે. ગ્રામપંચાયતના કુવાનું પાણી છે એ ક્ષારવાળુ ખારૂ પાણી છે.

(11:31 am IST)