Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ઓખા જલારામ એકતાલીગ રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬ વાગ્યે રઘુવંશીઓ દ્વારા યોજાયેલ રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓખા, મીઠાપુર તેમજ સુરજકરાડીની ટોટલ રર ટીમ ભાગ લેનાર છે જે તા. ર૩ સુધી ચાલશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ઓખાના જાણીતા ઉદ્યોગપતિ અને રઘુવંશી અગ્રણી શ્રી મનસુખભાઇ નરોતમભાઇ બારાઇ, સર્વોદય મહિલા મંડળના અધ્યક્ષ પુષ્પાબેન સોમૈયા, ભાજપ પ્રમુખ મોહનભાઇ બારાઇ, જાણીતા વેપારી સુરેશભાઇ ધોકાઇ, સુરજકરાડી ચેમ્બરના ઉપપ્રમુખ પરિમલભાઇ દાસાણી, સુરજકરાડી ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ કાનાણી, સુરજકરાડી સત્યમ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઇ સુતરીયા, મીઠાપુર સુરજકરાડી મોબાઇલ એસોસીએશનના પ્રમુખ તેમજ અકીલાના એજન્ટ દિવ્યેશભાઇ જટણીયા, હિંમતભાઇ વિઠલાણી વગેરે જોડાયા હતાં. દીપ પ્રાગટય બાદ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાં ઉપસ્થિત સર્વે આગેવાનોએ રઘુવંશી એકતા ગ્રુપના યુવાનોને આવા કાર્યો કરવા માટે અભિનંદન પાઠવ્યા હતાં.

(11:31 am IST)