Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ટંકારાના પ૬ લાખની ઠગાઇના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો સમીર પકડાયો

મોરબી એસ.ઓ.જી.એ અમદાવાદમાં છાપો મારી દબોચી લીધો

મોરબી તા. ૧૩ :.. ટંકારાના પ૬ લાખની  છેતરપીંડીના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદમાં છાપો કારી મોરબી એસ. ઓ. જી.એ ઝડપી લીધો હતો.

મોરબીના જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ લાંબા સમયની નાસતો ફરતા આરોપીને ઝડપવા આપેલી સુચનાથી એસ. ઓ. જી. ના પી.આઇ. સલીમ સાટી માર્ગદર્શન હેઠળ ફારૂકભાઇ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અનિલભાઇ ભટ્ટ સહિતના સ્ટાફ હકિકત મળી હતી કે ટંકારામાં વર્ષ ર૦૧૬ ના ગુનામાં રૂપિયા પ૬ લાખથી વધુની છેતરપીંડી થઇ હતી જેમાં સાત આરોપી સામે ગુનો નોંધાયો હતો જેમાં અન્ય આરોપી ઝડપયા હતા એક આરોપી સમીર અમીરભાઇ પીંજારા નાસતો ફરતો હતો જે અમદાવાદ હોવાની બાતમીના આધારે  ત્યાં છાપો કારી ઝડપી લઇ ટંકારા પોલીસને સોંપ્યો હતો.

(11:30 am IST)