Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

તળાજાના ટીમાણા ગામનો શખ્સ સગીરા સાથે ૧ માસ બાદ ઝડપાયો

ભાવનગર તા.૧૩ : તળાજા પો.ઇ. બી.એમ. લશ્કરીના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારના સગીરાના અપહરણ અને દુષ્કર્મના વધતા બનાવોને ડામવા સખત હાથ કામ લેવાની કામગીરી આરંભી છે.

જેમાં તપાસ કામે ટીમાણા ગામનો શખ્સ મહેન્દ્ર ભાયશંકર ધાંધલા (ઉ.વ.રર) વિરૂધ્ધ પંદર  વર્ષીય સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયાની નોંધાયેલ ફરીયાદમાં બાતમી મળી હતી. બાતમીના આધારે બનાસકાંઠાના સુઇના માનગઢ ગામની વાડીમાં સગીરાને રાખી યુવક ખેત મજુરીએ લાગી ગયેલો હતો.

બાતમીના આધારે જઇ બંનેની અટકાયત કરી તળાજા લાવવામાં આવેલ. જેમાં સગીરાને ભગાડી જનાર શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મ અને પોકસો મુજબ  કાર્યવાહી કરી કોર્ટમાં રજુ કરવામાં આવેલ હતા.

તળાજા પોલીસે સગીરાને ભગાડી જનાર શખ્સને ઝબ્બે કરી લાવી હોવાની વાતે ટીમાણા ગામમાં ચકચાાર જગાવી હતી. આ બનાવમાં સગીરાને ભગાડવામાં અન્ય વૃષભ રાશીના શખ્સે મદદગારી કરી હોવાની વાતે જોર પકડયુ હતુ. ત્યારે પોલીસે તપાસમાં કેટલી આગળ વધે છે તેના પર  ગ્રામજનો અને ફરિયાદી પક્ષ દ્વારા મીટ મંડાય છે.

(11:27 am IST)