Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

સ્ત્રી ભૃણ હત્યા કરનારાને કડક સજા કરાશેઃ ડો. સૌરભ પારઘી

જુનાગઢમાં પીસી એન્ડ પીએનડીટી એડવાઇઝરી સમિતિની બેઠક યોજાઇ

જૂનાગઢ તા. ૧૩ :  જૂનાગઢ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળની જિલ્લા કક્ષાની એડવાઈઝરી સમિતિની બેઠક કલેકટર કચેરી-જૂનાગઢના સભાખંડમાં સમીતીના ચેરમેન સાધનાબેન નિર્મળની ઉપસ્થિતમાં કલેકટર ડો. સૈારભ પારઘીના વડપણમાં મળી હતી. બેઠકમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ હેઠળ નવા રજીસ્ટ્રેશન, કાયદાના ભંગ બદલ સેકશન -૨૦(૧) (ર) હેઠળ આપેલ નોટીસની ચર્ચા, જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને હોસ્પીટલના સ્થળ ફેરફાર બાબતની વિગતો પર ચર્ચા સમીક્ષા હાથ ધરાઇ હતી.

બેઠકમાં જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી(પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એ.મહેતા, જિલ્લા નર્સીંગ પલીમ પ્રોજેકટનાં ઓફીસર લક્ષ્મી પરમાર, ડો. સંજયકુમાર, મહિલા અગ્રણી ચંદનબેન રાવલ, બાળ રોગ નિષ્ણાંત, પેથોલોજીસ્ટ,  સ્ત્રી રોગ નિષ્ણાંત, માહિતી વિભાગના અશ્વિન પટેલ સહીત સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં કલેકટર ડો. સૈારભ પારઘીએ જિલ્લાનો બાળ જન્મદર જાણી  સ્ત્રી અને પુરૂષ વચ્ચે જેન્ડર રેસીયો શું છે તેની જાણકારી મેળવી હતી. કલેકટરે સોનોગ્રાફી મશીનો ધરાવતા ડોકટરોની કલીનીકલી ક્રોસ વેરીફીકેશન વિશે થયેલ કામગીરી જાણી હતી. જૂનાગઢની કાનાણી મેટરનીટી હોસ્પીટલ અને ડો. પટોળીયાની  સ્ત્રી રોગ હોસ્પટલીની તપાસણી દરમ્યાન જોવા મળેલ ક્ષતીઓ અંગે તબીબો પાસેથી પુર્તતા મેળવી જાણકારી હાંસલ કરી હતી.

આ તકે કલેકટરે જિલ્લામાં  સ્ત્રીભૃણ દુર કરવાની જયાં પણ કોઇ કોશીસ કરે તેની સખત મોનીટરીંગ રાખીને આવા શખ્સોને આબાદ ઝડપી તેની પ્રતીબંધીત પ્રવૃતીઓ નાબુદ થાય અને ગેરકાયદે કામગીરી સાથે સંકળાયેલ વ્યકિતને આકરી સજા થાય તેવી કામગીરી થાય તે જોવા જણાવ્યુ હતુ.(૨૧.૩)

(10:02 am IST)