Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ધ્રોલમાં બાંધી લેવાયેલી બકરી પાછી લેવા જતાં જેન્તી પર ધોકાવાળી

રાજકોટ તા. ૧૩: ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતાં જેન્તી અજીયાભાઇ સાડમીયા (ઉ.૨૫) નામના દેવીપૂજક યુવાન પર બકરી બાબતના ડખ્ખામાં મનોજ રૈયાભાઇ દેવીપૂજકે લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જેન્તી કડીયા કામની મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે-મારી બકરી ચરવા નીકળી હોઇ તેને મનોજે પોતાના વાડામાં બાંધી લીધી હતી. પોતે શોધતો શોધતો ત્યાં પહોંચતા અને બકરી પાછી માંગતા મનોજે ઉશ્કેરાઇ જઇ લાકડીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ નિવેદન નોંધી ધ્રોલ પોલીસને જાણ કરી હતી.

(10:01 am IST)