Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જમીન સંપાદન મામલે ખેડૂતોના ધરણા :12 ગામના 100થી વધુ ખેડૂતો ઘોઘા મામલતદાર કચેરીએ ધરણામાં જોડાયા

ઘોઘા :શહેરમાં જમીન સંપાદન મામલે 12 ગામનાં 100થી વધુ ખેડૂતો ઘોઘા મામલતદાર કચેરી ખાતે ખેડૂતો ધરણાં પર બેઠ્યાં છે.ભાવનગર જીલ્લાનાં પાડવા ગામનાં લોકો પોતાની સંપાદન થઇ ગયેલ જમીનને પાછી લેવાં આજે ધરણાં પર ઉતરી આવ્યાં છે ઘોઘામાં મામલતદાર કચેરી સામે ખેડૂતોએ આ મુદ્દે વગર મંજુરીએ ધરણા શરૂ કરી દીધાં છે. GPCL કંપનીએ તો પોતાનું કામ શરૂ કરી દીધું છે પરંતુ ખેડૂતો ભારે રોષ પ્રગટ કરી રહ્યાં છે. GPCL કંપની સામે ખેડૂતોએ જમીન બચાવો આંદોલન શરૂ કર્યું છે. આ ઉપવાસમાં આજુબાજુનાં ગામનાં લોકો પણ જોડાયાં

(11:01 pm IST)