Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ખંભાળિયા લાલપુર હાઇવે પર છકડો રીક્ષા પલ્ટી : પીર લાખાસર ગામની મહિલાનું મોત: 4 લોકોને ઇજા

રોડ પર શ્વાન વચ્ચે આવતાં રીક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો

ખંભાળિયા લાલપુર હાઇવે પર કંડોરણા ગામનાં પાટિયા પાસે છકડો રીક્ષા પલ્ટી.ગઈ હતી રોડ  પર શ્વાન વચ્ચે આવતાં રીક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને રીક્ષા પલ્ટી ગઈ હતી, છકડો રીક્ષા પલ્ટી જતાં ચાર લોકોને ઈજાઓ પહોંચી. હતી તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા દરમિયાન ચાર લોકોની સારવાર દરમિયાન એક નું મોત નિપજ્યું છે  પીર લાખાસર ગામની મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે

(6:31 pm IST)