Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના હેઠળ પાક વિમાની નુકશાનીની રકમ મળવા અંગેની ફરિયાદો રદ

રાજકોટ તા.૧૧: પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના(પીએમએફબીવાય) સ્‍કીમ નીચે પાક વિમાની નુકસાનીની રકમ મેળવવા અંગેની ઇન્‍દુબેન બાલકૃષ્‍ણભાઇ પટેલ, નરેશભાઇ મોહનભાઇ પટેલ, દયારામ ધનજીભાઇ પટેલ વિગેરે ;હીત રહે. આણંદપર (ભાલ), તા.લમડી, જી.સુરેન્‍દ્રનગર અને અન્‍ય ૧૧ ખેડુતોએ કરેલ ફરિયાદ ગ્રાહક સુરક્ષા કમીશને એસ.બી.આઇ, જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીની તરફેણમાં મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

સુરેન્‍દ્રનગરના ફરિયાદી ઇન્‍દુબેન બાલકૃષ્‍ણભાઇ પટેલ, નરેશભાઇ મોહનભાઇ પટેલ, દયારામ ધનજીભાઇ પટેલ વિગેરે સહીત રહે. આણંદપર(ભાલ), તા.લીમડી, જી.સુરેન્‍દ્રનગર ખેડુતોએ પોતાની જમીનમાં બીટા કપાસના વાવેતર માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નીચે સૌરાષ્‍ટ્ર ગ્રામીણ બેન્‍ક, લીમડી પાસેથી ધિરાણ મેળવી  અને પાકના વાવેતર માટે ઉપરોકત સ્‍કીમ મુજબ એસ.બી.આઇ.જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપની મારફત ઇરીગેટેડ કોટન પાકનો વિમો લીધેલ. પરંતુ ૨૦૧૭-૧૮ની સીઝનમાં જીલ્‍લામા પુરતો વરસાદ ન પડતા પોતાનો પાક નિષ્‍ફળ ગયેલ, અને પાક વિમાની નુકશાની માટે, તલાટીના દાખલાઓ, તથા ૭/૧૨ અને ૮-અ અને હકક પત્રક રજુ કરી નુકશાનીની લાખો રૂપિયાની રકમ તેમજ વ્‍યાજ અને ખર્ચ સહીતની માંગણીઓ કરેલી

આ કામમા ચુકાદો આપતા ગ્રાહક તકરાર કમીશન, સુરેન્‍દ્રનગરના પ્રમુખ કુ.એ.પી.કંસારા, મેમ્‍બર કુ.એ.સી.પંડયાની બેન્‍ચે એસ.બી.આઇ જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીની તરફેણમાં આપેલ વિસ્‍તૃત ચુકાદામાં ઠરાવેલ છેકે ફરિયાદીની રજુઆત કે ૧૦૦% નુકશાન થયેલ છે, માટે વળતર આપવું  જોઇએ, તે રજુઆત સ્‍વીકારી શકાય નહી, કારણકે સરકારી આંકડા મુજબ ૧૦૦% નુકશાની સાબીત થતી નથી, વેધર બ્‍યુરોના રીપોર્ટ અને મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્‍ટના રીપોર્ટ રજુ કરીને પણ વરસાદ અંગેની વિગતો દર્શાવવામાં આવેલ નથી, આ સંજોગોમાં સરકારે નિયત કરેલ આંકડાઓ ન માનવાને કોઇ કારણ નથી. આ રીતે ફરિયાદીની ફરિયાદ રદ કરતો હુકમ કરેલ છે.

આ કામમા એસ.બી.આઇ.જનરલ ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીના સીનીયર એડવોકેટ શ્રી પી.આર.દેસાઇમાં અને તેમની મદદમાં કિરીટ વોરા, સંજય નાયક, સુનીલ વાઢેર એડવોકેટ મદદમાં રોકાયેલ હતા.

(3:53 pm IST)