Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા ગેસથી ચાલતું ક્રૂડ ઓઇલ ટેન્કર લાંગરવામાં આવ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩

 અદાણી પોર્ટસ મુન્દ્રા દ્વારા સૌપ્રથમ વાર LNG ઇંધણ થી ચાલતું Aframax ક્રૂડ ઓઇલ ટેન્કર જહાજ પોર્ટની SPM (સિંગલ પોઇન્ટ મૂરિંગ) ફેસિલિટી ખાતે લાંગરવામાં આવ્યું. આ જહાજ 14 મીટર ડ્રાફ્ટ સાથેનું કુલ 1,26,810 મેટ્રિક ટન ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે. પરંપરાગત જૈવિક ઇંધણથી ચાલતા જહાજ કરતા LNG  ઇંધણનો વપરાશ કરતા આ પ્રકારના જહાજ વાયુ પ્રદુષણ નહિવત કરે છે જેનું સફળતા પૂર્વક સંચાલન અદાણી પોર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જહાજ કોરોલેવ પ્રોસ્પેક્ટ એ કોરિયન બિલ્ડ છે અને ડ્યુઅલ-ઇંધણવાળું લાઇબેરિયન ધ્વજ ધરાવતું ક્રૂડ કેરિયર છે જે વર્ષ 2019માં બનાવામાં આવ્યું છે.

(2:54 pm IST)