Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામનગર સી.એ.બ્રાન્‍ચ દ્વારા વિધાનસભાની મુલાકાત

જામનગર : સીએ બ્રાન્‍ચ દ્વારા ગાંધીનગર સ્‍થિત ગુજરાત વિધાનસભાની મુલાકાત કરેલ. જેમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા જામનગરના ધારાસભ્‍ય રિવાબા જાડેજા અને દિવ્‍યેશભાઇ અકબરીને પુછપરછ જામનગરી બાંધણી અને મોમેન્‍ટો અર્પણ કરેલ.

આ મુલાકાતમાં જામનગર બ્રાન્‍ચના ચેરમેન સીએ પ્રતિક ચાંદ્રા વાઇસ ચેરમેન સીએ પ્રિતેશ મહેતા, સેક્રેટરી સીએ હરદીપસિંહ જાડેજા અને ઇમીજીએટ પાસ્‍ટ ચેરપર્સન સીએ દીપાબેન ગોસ્‍વામી તથા ભુતપુર્વ ચેરમેનો સીએ મનીષ મારૂ અને સીએ ભરત ભટ્ટ તથા બહોળી સંખ્‍યામાં જામનગરના સીએ તથા સીએના વિદ્યાર્થીઓ મુલાકાત લીધેલ.

(2:03 pm IST)