Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જુનાગઢ જિલ્લામાં પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા ૧ર૬ અધિકારીઓની ફોજ

જુનાગઢ તા.૧૩ : જિલ્લામાં ૩ર પરીક્ષા કેન્‍દ્રોના ૧પ૭ બિલિ૯ંગો  ૪૪૬ર૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટે તમામ વ્‍યવસ્‍થાઓ ગોઠવાઇ ગઇ છે. તમામ બ્‍લોક બિલિડંગ સીસીટીીવી કેમેરા સજજ છે. પેપર સ્‍ટ્રોંગરૂમ પર પોલીસ પ્રોટેકશન સાથે સીલ કરી સુરક્ષીત રાખવામાં આવ્‍યા છે.

વિશેષમાં આ વર્ષે પરીક્ષામાં હોશિયાર વિદ્યાર્થીઓને અન્‍યાય ન થાય પરીક્ષા શાંતિપુર્વક માહોલમાં યોજાય અને પરીક્ષામાં કોઇપણ ગેરરીતિ ન થાય અને પરીક્ષામાં રોકાયેલા ન હોય તેવા કોઇપણ અનઅધિકૃત વ્‍યકિત પ્રવેશ ન કરે વગેરે માટે વિશેષમાં જિલ્લા વહીવટીતંત્રના વડા અને કલેકટર રચિત રાજ દ્વારા વિશેષ સાવચેતીના ભાગરૂપે સરકારના અન્‍ય વિભાગના ૧ર૬ અધિકારીઓની દરેક (તમામ) પરીક્ષા બિલ્‍ડિંગ પર કલાસ ૧-ર અધિકારીઓની નિમણુંક કરી એક નવો ચીલો પાડયો છે. આ અધિકારીઓ પરીક્ષા સંપુર્ણ સમય દરમિયાન કેન્‍દ્ર પર હાજર રહેશે અને દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખશે.

જુનાગઢ જિલ્લાની આ પહેલની નોંધ માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે પણ લીધી છે. એટલું જ નહી અન્‍ય જિલ્લાઓને પણ આનુ અનુકરણ કરવા જણાવ્‍યું છે.

(1:50 pm IST)