Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જુનાગઢ જેલના પેરોલ ઉપર ફરાર કેદીઓ સાણથલી અને ઘોઘલાના બે શખ્‍સ ઝબ્‍બે

જુનાગઢ, તા.૧૩: પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્‍વે ગાંધીનગર નાઓની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપી ઓ ,વચગાળાના જામીન પર મુક્‍ત ફરાર તથા આરોપીઓને પકડવા જણાવેલ હોય જે અન્‍વયે જૂનાગઢ રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવિતેજા વાસમશેટ્ટીની સુચના હેઠળ જેલ ફરારી આરોપી ઓ ને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્‍કોડ ને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચના પો.ઈન્‍સ જે.જે.પટેલ, તથા જે.જે. ગઢવીના માર્ગદર્શન મુજબ ર્ર્ંપેરોલ ફર્લૉ સ્‍કોડ ના પી.એસ.આઈ વી.કે.ઉંજીયા એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા પો.હેડ.કોન્‍સ. સંજયભાઈ વઘેરા પો.કોન્‍સ. દિનેશભાઇ છૈયા એ રીતે નાઓની ટીમ દ્વાર્રાં ર્ંજૂનાગઢ જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્‍ટેશનોમા ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપી ઓ તથા જેલ ફરારી આરોપીઓ ને પકડવા સારૂ ગીર-સોમનાથ જિલ્લા વિસ્‍તાર મા પેટ્રોલીંગ માં હતા ત્‍યારે બાતમી રાહે હકિકત મળેલ કે એ ડિવિઝન પો.સ્‍ટે. ના ગુ.ર.નં. થર્ડ ૧૫૨૫/૨૦૨૧ પ્રોહિ ક.૬૫(ઇ),૮૧,૯૮(૨) ના ગુન્‍હા મા નાસતો ફરતો આરોપી આકાશ પ્રવિણચંદ્ર બામણીયા ઉ.વ.૨૨ રહે.પીરેશ્વરનો ચોરો, મકાન નં.૧૩૬૮, ઘોઘલા, દીવ વાળો અત્‍યારે પોતાના રહેણાક વિસ્‍તારમા છે તેવી હકીકત મળતા હસ્‍તગત કરી આગળ ની કાર્યવાહી કરવા સારૂ એ ડિવિઝન પોસ્‍ટે. ખાતે સોપી આપવામા આવેલ છે.

 જયારે જસદણ શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા ત્‍યારે જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.ના ગુ.ર.નં. ફર્સ્‍ટ.૧૧૨૦૩૦૨૫૨૧૦૫૨૩/૨૦૨૧ પ્રોહિ ક.૬૫(ઇ),૮૧,૯૮(૨) ના ગુન્‍હા મા નાસતો ફરતો આરોપી રણજીત જેઠુરભાઇ વાળા ઉ.વ.૩૫ રહે.સાણથલી, દરબાર ગઢ તા.જસદણ પોતાના રહેણાક વિસ્‍તારમા છે તેવી હકીકત મળતા ઉકત જગ્‍યા એ જઇ વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્‍યાથી મળી આવતા તેઓને હસ્‍તગત કરી આગળ ની કાર્યવાહી કરવા સારૂ જુનાગઢ તાલુકા પોસ્‍ટે. ખાતે સોંપી આપવામા આવેલ છે.

(1:49 pm IST)