Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જૂનાગઢમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ : સરદાર પટેલ કર્મચારી મંડળ અને ઉમા ફ્રેન્‍ડ્‍સ ઓર્ગેનાઈઝેશન (યુફો)  આયોજિત સિવિલ હોસ્‍પિટલના થેલેસેમિયા ગ્રસ્‍ત બાળકો લાભાર્થે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ ગિરનાર પબ્‍લિક સ્‍કૂલ ખાતે સંપન્ન થયેલ છે. જેમાં ૮૪ જેટલી બોટલ રક્‍ત એકઠું થયેલ એ બદલ સૌથી પ્રથમ તમામ રક્‍તદાન કરનાર રક્‍તદાતાઓનો આભાર માન્‍યો હતો.

આ ઉપરાંત કાર્યક્રમમાં સમય ફાળવવા બદલ ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ લેઉવા પટેલ ચેરીટેબલ અને એજ્‍યુકેશન ટ્રસ્‍ટના ચેરમેન જે કે ઠેસિયા તેમજ મોલા પટેલ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન સવજીભાઈ મેનપરા તેમજ રતિભાઈ મારડિયા બંને સમાજના અગ્રણીઓ તેમજ મહિલાઓ અને બાળકો ઉપસ્‍થિત રહેલ તે બદલ,  ગિરનાર પબ્‍લિક સ્‍કૂલના મેનેજમેન્‍ટનો  બિલ્‍ડીંગ બ્‍લડ ડોનેશન કેમ્‍પ માટે  ફાળવેલ તે બદલ, સહયોગી સંસ્‍થા sbiનો,  રાજેશભાઈ યાદવ બજાજ એલિયન્‍સ લાઇફ કોર્પોરેશન દ્વારા આર્થિક સહયોગ કરવા બદલ, ખોડલધામ સમિતિ, ઉમા પદયાત્રા સમિતિ અને સિવિલ હોસ્‍પિટલના તમામ સ્‍ટાફનો,  કાર્યક્રમને મીડિયા કવરેજ કરનાર તમામ મીડિયા કર્મીઓનો, વિશેષમાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં સરદાર પટેલ કર્મચારી મંડળના કારોબારી સભ્‍યો તેમજ ઉમા ફ્રેન્‍ડસ ઓર્ગેનાઈઝેશનના સભ્‍યો દ્વારા મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ કારોબારી સભ્‍યોના તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં જે કોઈ લોકો દ્વારા આર્થિક કે શારીરિક શ્રમનું દાન કરેલ છે તેવા તમામ સભ્‍યોનો આભાર યુફોના પ્રસીડેન્‍ટ એફ.જી. વઘાસીયાએ માન્‍યો હતો.

(1:47 pm IST)