Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાવરકુંડલા કેન્‍દ્રમાં સરકારની ગુજકોમાસોલ મારફત ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૧૩: ખેડુતોની દરેક બાબતે ચિંતીત અને સંવેદનશીલ એવી કેન્‍દ્ર અને રાજય સરકારરીએ ટેકાના ભાવથી ચણા ખરીદવાની કરેલ જાહેરાત અન્‍વયે સાવરકુંડલા ખાતે ગુજકોમાસોલ મારફત મંજુર કરવામાં આવેલ ખરીદી કેન્‍દ્રો પૈકીના સાવરકુંડલા કેન્‍દ્રમાં ટેકાના ભાવથી ખરીદી કરવાનો શુભ પ્રારંભ પ.પૂ.શ્રી ઉષામૈયા શિવદરબાર આશ્રમ કાનાતળાવના હસ્‍તે કરવામાં આવેલ છે.

જીલ્લાના પનોતા પુત્ર અને રાષ્‍ટ્રીય દિગ્‍ગજ આગેવાન, ચેરમેનશ્રી ઇફકો એનસીયુઆઇ ગુજકોમાસોલ એવા દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન મુજબ ૧રર ખરીદી કેન્‍દ્રો મંજુર કરેલ છે તે મુજબ એપીએમસી સાવરકુંડલા ચેરમેન દિપકભામઇ માલાણીની રજુઆત અને સાંસદ નારણભાઇ કાછડીયા અને માનધારાસભ્‍યશ્રી મહેશભાઇ કસવાળાની ભલામણની નોંધ લઇ ગુજકોમાસોલ ચેરમેનશ્રીએ સાવરકુંડલા કેન્‍દ્ર મંજુર કરી ટેકાના ભાવે ખરીદી કરવા જણાવતા આજથી સરકારશ્રીની નીતી મુજબ ટેકાના ભાવથી ખરીદી શરૂ થયેલ છે.

સાવરકુંડલા કેન્‍દ્રમાં અંદાજે ૪૪૦૦ જેટલા ખેડુત ખાતેદારોની ઓનલાઇન નોંધણી થયેલ છે. જે ગત વર્ષની સરખામણીએ પ૦૦ જેટલા વધુ ખેડુતોની નોંધણી થયેલ છે. સાથે રાજય સરકારશ્રીએ પણ ગયા વર્ષની જેમ જ રાષ્‍ટ્રનું સૌથી મજબુત અને પ્રતિષ્‍ઠીત સહકારી ફેડરેશન ગુજકોમાસોલ મારફત સહકારી સંસ્‍થાઓ દ્વારા ખરીદી કરવાના નિર્ણય બદલ રાજયના મુખ્‍યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીને પણ ખેડુતોએ અભિનંદન પાઠવેલ છે અત્રે ખાસ નોંધનીય છે કે ગયા વર્ષની સરખામણીએ પ્રતિમણ ભાવમાં પણ રૂા. ર૧નો વધારો આપેલ છે.

(1:37 pm IST)