Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાવરકુંડલાઃ સમુહ શાદી સમારોહ

સાવરકુંડલા : ભાવનગર જીલ્લા ના મહુવા શહેર તવક્કલ વાડી ખાતે મુસ્‍લીમ સોરઠીયા ધાંચી તવક્કલ ગ્રુપ મહુવા દ્વારા ૨૬ દિકરીઓના પ્રથમ સમૂહ શાદી સમારોહનુ આયોજન કરવામા આવેલ જેમા આ સમૂહ શાદી સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને પેશ ઇમામ ઇરફાન સાહબ અરબ મસ્‍જિદ મરકજ તથા ખાસ ઉપસ્‍થિત મુખ્‍ય મહેમાનશ્રીમા પાલીતાણા ના પૂર્વનગરપતિ ડો.હૈયાતખાન બલોચ પીરે તરીકત સરકાર સૈયદ મહેંદીબાપુ નકવી સમૂહ શાદી સમારોહના આયોજક હસમતભાઇ કાબરીયા ગુજરાત હજ સમિતિના સભ્‍ય નાહીનભાઇ કાઝી જે.બી.સોરઠીયા ધારાસભ્‍ય શીવાભાઇ ગોહિલ હુસૈનભાઇ કોન્‍ટ્રાક્‍ટર-કળથીયા ગ્રુપ ઈનુસભાઈ મતવા આર.આર.ચોકીયા સહિતના મુસ્‍લિમ જમાતના પ્રમુખશ્રીઓ સંતો મહંતશ્રીઓ તથા સમાજીક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્‍થિત રહી નવદંપતિને આશિર્વાદ આપેલ છે. (તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:35 pm IST)