Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમરેલી, રાજકોટ, દાહોદ જીલ્લામાંથી ૭ મોટર સાયકલર્નીી ચોરી કરનાર જગા ઉર્ફે જીગો મકવાણા ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૩ : ભાવનગર રેન્‍જ આઇ.જી. ગૌતમ પરમારનાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલ્‍કત સબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતુ.

જેથી એલસીબી પોલીસે જગા ઉર્ફે જીગો સોમજીભાઇ ઉર્ફે શામજીભાઇ મકવાણા, ઉ.વ.૧૯ રહે. મુળ સુખસર ગામ, માળી ફળીયુ, તા. ફતેપુર, જિ. દાહોદ, હાલ મોટા ઉજળા ગામની સીમ, પરબતભાઇ મોહનભાઇ ગજેરાની વાડીમાં તા. વડીયા, જિ. અમરેલીને અમરેલી, રાજકોટ, દાહોદ જિલ્લામાં ૭ બાઇક ચોરી કરતા ઝડપી લીધો છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્‍સ્‍. શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. શ્રી એમ.બી. ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલસીબીના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્‍સ. મનીષભાઇ જાની, તથા પો. કોન્‍સ. નિકુલસિંહ રાઠોડ, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

(1:35 pm IST)